🔥 TRENDING बड़ा महादेव मंदिर महुवा पर हुआ अन्नकूट... कैबिनेट मंत्री जयराम कुमावत ने सोनगिरी... नवादा में खनन टीम पर बालू माफियाओं का... સાવરકુંડલાના બંધ શાકમાર્કેટમાં ફટાકડાન... Ranbir Kapoor's Ramayana Armour: 3 Yea... Zeenat Aman Marks Son Zahaan’s 37th Bi...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દાહોદ જિલ્લા ગરબાડા તાલુકા મા ગાયોનું પૂજન: પ્રાયશ્ચિત અને આશીર્વાદની અનોખી પરંપરા

✍️ Reporter: Samsubhai Dalabhai Mavi 🗓 10 Nov 2026, 05:45 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગરબાડા તાલુકાની આદિવાસી સમાજ ગાયોનું રંગ અને શણગાર કરીને પૂજન કરે છે, જે પ્રાયશ્ચિત અને સુખ-સમૃદ્ધિ માટે માન્ય છે.

ગરબાડા તાલુકાની આદિવાસી સમાજમાં ગાયોનું પૂજન અને શણગાર પરંપરાગત રીતે ઉજવાય છે. આ દિવસે ગાયોને વિવિધ રંગોથી રંગવામાં આવે છે અને તેમના પર મોરપીંછ, ચૂડલા વગેરે પહેરાવીને શણગારવામાં આવે છે.

પછી ગામના ચોકમાં લાવીને ગાયોના પૂજનની વિધિ કરવામાં આવે છે. આ પ્રાયશ્ચિત અને આશીર્વાદની વિધિ છે, જે વર્ષભર ખેતી કે અન્ય કામોમાં પશુઓનો ઉપયોગ થતાં અને અજાણતાં તેમને નુકસાન પહોંચાડવામાં આવે તો ક્ષમા માંગવા માટે થાય છે.

આદિવાસી ખેડૂતો અને બાધા રાખનારા લોકો ગામના ચોકમાં જમીન પર સૂઈ જાય છે, અને શણગારેલી દોડતી ગાયોના ધણ તેમના શરીર પરથી પસાર થાય છે. આ જમીન પર સૂવાની પરંપરા પશુઓ તરફથી ક્ષમા મેળવવા માટે માન્ય છે.

આ પ્રથાથી માન્યતા છે કે પશુઓ તરફથી ક્ષમા મળવાથી આખું વર્ષ સુખ-સમૃદ્ધિ રહે છે, સારો વરસાદ થાય છે અને પાક સારો ઊતરે છે.
📲Get App