🔥 ट्रेंडिंग मुगलसराय में 55वें पति को छोड़कर 56वें... अवैध बसों के खड़े होने से ट्रैफ़िक जाम... અરબાઝ ભાઈ મકરાણી તરફથી નૂતનવર્ષાભિનંદન... बांदीकुई में बालाजी मंदिर का भव्य अन्न... Road per bus khadi karke gundagardi અરવલ્લી પોલીસ વિભાગ તરફથી નવું વર્ષની...
10 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

🚨 નિકોલના શુકન ચાર રસ્તા પાસે મંડપોની લાઈનમાં ભીષણ આગનો બનાવ, ફટાકડાના રોકેટથી આગ વધુ વિકરાળ બની

✍️ रिपोर्टर: Hitesh S Gumrani 🗓 10 नव. 2026, 12:10 PM 👁 50
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🚨 નિકોલના શુકન ચાર રસ્તા પાસે મંડપોની લાઈનમાં ભીષણ આગનો બનાવ, ફટાકડાના રોકેટથી આગ વધુ વિકરાળ બની

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા શુકન ચાર રસ્તા પાસે નવા વર્ષની વહેલી સવારે આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી હતી.

મળતી માહિતી મુજબ, શુકન ચાર રસ્તા પાસે વિવિધ ચીજવસ્તુઓના વેચાણ માટે એક લાઈનમાં અનેક મંડપ બનાવવામાં આવ્યા હતા. નવા વર્ષની વહેલી સવારે એક રોકેટ મંડપમાં ઘૂસી જતાં એક મંડપમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના અન્ય મંડપોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.

આ મંડપોની લાઈનમાં ફટાકડાના વેચાણ માટેના મંડપો પણ આવેલા હોવાથી આગ વધુ ભયાનક બની હતી. ફટાકડામાં આગ લાગતાં સ્કાય શોટ અને રોકેટ જેવા ફટાકડા આકાશમાં ફૂટવા સાથે રોડની સામેની સાઈડ સુધી પહોંચવા લાગ્યા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જેના લીધે અનેક વાહનો પણ આગ ની ચપેટમાં આવી ગયા હતા
ઘટનાની જાણ થતાં નરોડા અને નિકોલ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

નવા વર્ષની ઉજવણી દરમિયાન ફટાકડાના બેદરકાર ઉપયોગને કારણે સર્જાયેલી આ ઘટનાએ જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા અને ફટાકડાના વેચાણ માટે બનાવવામાં આવતા મંડપોની સલામતી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

📍 સ્થળ: શુકન ચાર રસ્તા, નિકોલ, અમદાવાદ
🚒 ફાયર વિભાગ: નરોડા અને નિકોલ ફાયર ટીમ
📲Get App