સાવરકુંડલામાં મોડી રાત્રે અકસ્માત કર્યો
સાવરકુંડલા માં આગ લાગવાની ઘટના
સાવરકુંડલામાં મોડી રાત્રે મોટો અકસ્માત ટળ્યો! મહુવા રોડ પર આવેલા કલર અને કાંટાના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ. ફાયર ટીમની સમયસૂચકતાથી આગ પર કાબુ મેળવાયો.........
સાવરકુંડલા શહેરમાંથી મોડી રાત્રે આગ લાગવાની એક મોટી ઘટના સામે આવી છે. સાવરકુંડલામાં એસટી ડેપો સામે મહુવા રોડ પર આવેલા કલર અને કાંટાના એક ગોડાઉનમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી..........
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બે ફાયર ફાઇટરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી અને અંતે તેના પર સફળતાપૂર્વક કાબુ મેળવી લેવામાં આવ્યો છે.....
સદનસીબે સમયસર ફાયર ટીમ પહોંચી જવાથી મોટી હોનારત ટળી ગઈ હતી. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું છે તે અંગેની ચોક્કસ વિગતો ફાયર અને તંત્રની તપાસ બાદ જ સામે આવશે.........
રીપોર્ટર સમીર ખોખર અમરેલી....