🔥 TRENDING Dipika Chikhlia Compares Ramayana Seri... Dipika Chikhlia Defends Ramayana Casti... Ramayana Advance Bookings Cross Rs 30... Netizens React to 'Arasan' Fire Scene... Sonu Nigam's 19-year-old son Nevaan ma... Guru Randhawa Teams Up with Steve Aoki...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા જિલ્લામાં તહેવારોની લાલચથી નકલી કેશબેક અને ગિફ્ટ મેસેજોનું સાવધાન રહો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 09 Nov 2026, 09:45 PM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તહેવારોના અવસર પર નકલી કેશબેક, ગિફ્ટ અને ઇનામની લાલચ આપતા મેસેજ અને લિંક્સથી મહેસાણા જિલ્લામાં રહેવાસીઓએ સાવચેતી રાખવી જોઈએ..

મહેસાણા જિલ્લાની પોલીસ અને સાયબર સુરક્ષા વિભાગે તહેવારોની ઋતુમાં નકલી કેશબેક, ગિફ્ટ અને ઇનામની લાલચ આપતા મેસેજ અને લિંક્સ દ્વારા ઠગાઈની વધતી પ્રવૃત્તિ વિશે ચેતવણી આપી છે. આ પ્રકારની ઠગાઈઓ મુખ્યત્વે મોબાઇલ અને ઇમેલ દ્વારા મોકલવામાં આવે છે અને લોકોની આર્થિક માહિતી ચોરી માટે ઉપયોગમાં લેવાય છે.સત્તાવાર સ્રોતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે અજાણી લિંક પર ક્લિક ન કરવી,કોઈપણ રીતે બેંકની વિગતો,OTP અથવા વ્યક્તિગત માહિતી શેર ન કરવી..

આવા મેસેજોમાં આપેલી ઓફર સામાન્ય રીતે ખોટી હોય છે અને ક્લિક કરવાથી મેલવેર ડાઉનલોડ થઈ શકે છે.જાહેરાતમાં માત્ર અધિકૃત અને વિશ્વસનીય સ્રોતો પર જ વિશ્વાસ રાખવાની સલાહ આપવામાં આવી છે. નાની સાવચેતીથી મોટી સાયબર ઠગાઈથી બચી શકાય છે. સત્તાવાર ચેનલો દ્વારા અપડેટ્સ મેળવતા રહો અને સુરક્ષિત રહીને આનંદમય દિવાળી ઉજવો.
📲Get App