🔥 TRENDING जामगिरी ग्रामपंचायतीच्या कारभारावर गंभ... पिपरी नगर में दिवाली पर भीड़ का माहौल NHRC SEMINAR CALLS FOR MANIPUR FISHERY... मुख्यमंत्री योगी ने अयोध्या धाम में स्... Hrithik Roshan Makes History as First... Maniesh Paul Shares Insights on Tees‑M...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સંકલ્પ એજ ધ્યેય: મહેસાણા તાલુકાના ખેરવા ગામે ગાંધીજયંતીએ પ્રારંભાયેલ સ્વચ્છતા અભિયાન આજે પણ અક્ષરસઃ સાર્થક થઈ રહ્યું છે

✍️ Reporter: Ranjitsinh Thakor mahesana 🗓 08 Nov 2026, 03:24 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેરવા, તા. ૮: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પાવન વિચારો અને "સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત" ના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણા તાલુકાના ખેરવા ગામે ગાંધીજયંતીના પાવન પ્રસંગે શરૂ કરાયેલું સ્વચ્છતા અભિયાન આજે પણ ગામમાં તેજ ગતિ અને ઉત્સાહ સાથે "સંકલ્પ એજ ધ્યેય" ના મંત્રને સાર્થક કરી રહ્યું છે.

સંકલ્પ એજ ધ્યેય: મહેસાણા તાલુકાના ખેરવા ગામે ગાંધીજયંતીએ પ્રારંભાયેલ સ્વચ્છતા અભિયાન આજે પણ અક્ષરસઃ સાર્થક થઈ રહ્યું છે
​ખેરવા, તા. ૮:
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પાવન વિચારો અને "સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત" ના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણા તાલુકાના ખેરવા ગામે ગાંધીજયંતીના પાવન પ્રસંગે શરૂ કરાયેલું સ્વચ્છતા અભિયાન આજે પણ ગામમાં તેજ ગતિ અને ઉત્સાહ સાથે "સંકલ્પ એજ ધ્યેય" ના મંત્રને સાર્થક કરી રહ્યું છે.
​આ અવિરત ચાલતા જનજાગૃતિ અભિયાનની શરૂઆત વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે આદરણીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ તેમજ મહેસાણા જિલ્લાના સદસ્ય અને મહેસાણા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી રોહિતભાઇ પટેલ સાહેબ તથા ખેરવા ગામના સરપંચ શ્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.જાયન્ટસ્ ગ્રુપ ખેરવા અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેવાકાર્યમાં ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નેતૃત્વકર્મીઓની પ્રેરણા અને ગ્રામજનોના સહકારથી શરૂ થયેલો આ સ્વચ્છતા યજ્ઞ માત્ર એક દિવસીય કાર્યક્રમ બનીને ન રહેતા, ખેરવા ગામ માટે એક કાયમી જીવનશૈલી બની ગયો છે.
​આજે પણ ગામના ચોક-રસ્તાઓ અને જાહેર સ્થળો પર સ્વચ્છતા જળવાઈ રહી છે, જે દર્શાવે છે કે જ્યારે જનપ્રતિનિધિઓ અને ગ્રામજનો હાથ મિલાવે છે ત્યારે કોઈપણ સંકલ્પ સફળ સિદ્ધિમાં પરિવર્તિત થઈ શકે છે. ખેરવા ગામનું આ પ્રેરણાદાયી સ્વચ્છતા અભિયાન સમગ્ર મહેસાણા જિલ્લામાં આદર્શ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે
📲Get App