🔥 ट्रेंडिंग इथियोपिया से पंजाब के खूंखार गैंगस्टर... कमल हासन ने 72वें जन्मदिन पर 'संदियार'... 'रामायण' में सीता के किरदार को लेकर धन... रनबीर कपूर के स्टंट डबल ने साझा की रैम... भवना गोवर्धन: उम्र, कद और नवीनतम फिल्म... तारा एलिशा बर्री की 64 फोटो की गैलरी ब...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે દિવાળી પર્વ પૂર્વે અમદાવાદમાં યોજાયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કાયદો વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા સહિત સંવેદનશીલ બાબતોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 08 नव. 2026, 09:19 AM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે દિવાળી પર્વ પૂર્વે અમદાવાદમાં યોજાયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કાયદો વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા સહિત સંવેદનશીલ બાબતોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્યના ગૃહ વિભાગ તથા વિવિધ સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ સુરક્ષા વ્યવસ્થા સંબંધિત વિવિધ મુદ્દાઓ બાબતે વિગતવાર જાણકારી પૂરી પાડી હતી.

માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ બેઠક દરમિયાન કાયદો વ્યવસ્થા, સાયબર ક્રાઇમ, પોલીસ મોર્ડનાઈઝેશન, બોર્ડર અને કોસ્ટલ સિક્યોરિટી, માદક પદાર્થ નિયંત્રણ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફોરેન્સિક બાબતો, આતંકવાદ નિયંત્રણ, આંતર રાજ્ય સહયોગ, ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, CAA, વસ્તી ગણતરી, અગ્નિવીર યોજના, જેલ અને સ્પેશિયલ કોર્ટ વિષયક બાબતો અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરીને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ 2029 સુધીમાં નશામુ્કત ભારતનો ધ્યેય સાકાર કરવા રાજ્યમાં નાર્કોટિક્સ ડ્રગ્સ તથા નશીલા પદાર્થોના નિયંત્રણ માટે કડક હાથે કામ લેવા અને એક્શન પ્લાન બનાવવા, 1933 કંટ્રોલ રૂમના વિસ્તાર અંગે, દરેક એજન્સીઓ, સઘન ડ્રાઇવ ચલાવવા સહિતના વિવિધ આયામો સાથે વ્યાપક સામાજિક જાગૃતિની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
📲Get App