🔥 ट्रेंडिंग रायबरेली (यूपी): नसीराबाद अस्पताल में... रमपुर का लावी मेला: 300 वर्ष के हिमालय... हाई कोर्ट ने कहा, अलग‑अलग बिक्री इनवॉइ... दीपावली से पहले सीएम धामी ने सैनिकों स... उत्तarakhand के सीएम धामी ने गरुड़ रिफ... उत्तarakhand SIT ने मंत्री रेखा आर्य क...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સહીથી ૧૦૬ અધિકારીઓની બદલી-ફેરબદલીનો આદેશ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 08 नव. 2026, 12:22 AM 👁 37
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા પોલીસમાં ૧૦૬ કર્મચારીઓની ફરજ અને પોસ્ટિંગ બદલવા માટે ૯ નવેમ્બર ૨૦૨૫ ના કચેરી હુકમમાં નવી જવાબદારીઓ અને શરતો નક્કી કરવામાં આવી..

મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સહીથી કચેરી હુકમ ક્રમાંક ૧૨૩/એસ.બી.૧/વશી.૩૬૪૮/૨૦૨૫, ૦૯-૧૧-૨૦૨૫ ના રોજ જારી કરવામાં આવ્યો છે,જેમાં જિલ્લા માં ફરજ બજાવતા કુલ ૧૦૬ પોલીસ કર્મચારીઓની બદલી-ફેરબદલી અને નવી ફરજ-જવાબદારીના આદેશો સમાવિષ્ટ છે.આ હુકમમાં દરેક કર્મચારીનું નામ, બકલ નંબર, હાલની પોસ્ટ, નવી પોસ્ટિંગ અને સંબંધિત શરતો જેમ કે “પદર ખર્ચે” અથવા “જાહેરહિતે” નો વિગતવાર ઉલ્લેખ છે. હુકમમાં દર્શાવેલ શરતો મુજબ કર્મચારીઓની નોકરીની જવાબદારી અને સ્થળાંતર નક્કી કરવામાં આવ્યા છે..

પોસ્ટિંગ બદલાવને અમલમાં મૂકવા માટે સંબંધિત પોલીસ સ્ટેશન અને શાખાના ઇન્ચાર્જને કર્મચારીઓને બદલી મુજબ છૂટા અને હાજર કરવાની તેમજ આ બદલાવની જાણ મહેસાણા પોલીસ અધિક્ષક કચેરીને કરવાની સૂચના આપવામાં આવી છે.હુકમમાં સમાવિષ્ટ ૧૦૬ કર્મચારીઓની સંપૂર્ણ યાદી કચેરી હુકમની જોડણીમાં આપવામાં આવી છે, જે મુજબ નવી પોસ્ટિંગ અને શરતો મુજબ કામ શરૂ થશે.
📲Get App