🔥 TRENDING 🚔 राजस्थान पुलिस | जिला दौसा 🚔 जिला... Tamil Nadu Names New Director of State... Elephants Transported to Tamil Nadu Te... Tamil Nadu Achieves 38% Drop in TB Dea... Dewas Hosts Labour Code Capacity-Build... Anuj Shrivatri Becomes India’s 100th C...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જસદણમાં અંધશ્રદ્ધા તોડતી અનોખી ભજીયા કાર્યક્રમ

✍️ Reporter: ODIYAN 🗓 08 Nov 2026, 08:53 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જસદણના વિવેકાનંદ મોક્ષધામમાં કાળી ચૌદસે ભજીયા ખાવાનું આયોજન, અંધશ્રદ્ધા દૂર કરવા માટે, 18 વર્ષથી ચાલતું આવી રહ્યું છે.

કાળી ચૌદસની રાત્રે, લોકો ભૂત-પ્રેતના ડરથી ઘરમાંથી બહાર નીકળતા અચકાય છે, ત્યારે જસદણના વિવેકાનંદ મોક્ષધામમાં જીવતા માણસની અનોખી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. ખાટલા પર નશ્વર દેહની અંતિમ વિધિ કરવામાં આવે છે, તે જ ખાટલા પર બેસીને લોકોએ ગરમાગરમ ભજીયા ખાધા હતા!

લોકોના મનમાંથી ભૂત-પ્રેતનો ડર અને અંધશ્રદ્ધા સંપૂર્ણપણે દૂર થાય તેવા ઉમદા હેતુથી વિવેકાનંદ મોક્ષધામ સમિતિ દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી આ અનોખો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વખતે પણ કાળી ચૌદસે મોક્ષધામને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને સમગ્ર જસદણની જનતાને શ્મશાનમાં ભજીયા ખાવા આમંત્રણ અપાયું હતું.

આ આયોજનમાં નગરપાલિકાના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, સ્થાનિક વેપારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ પરિવાર સાથે જોડાઈ હતી અને નડતર વગર ખાટલા પર બેસી ભજીયાની મજા માણી હતી.

આયોજકોનું કહેવું છે કે 'ડર માણસના મનમાં છે, મોક્ષધામમાં નહીં.' સ્થાનિકોએ આ વિજ્ઞાનવાદી પહેલને હૃદયપૂર્વક આવકારી હતી.
📲Get App