🔥 TRENDING ઉના દેલવાડા ક્રેડિટ સહકારી દ્વારા ₹20... ರಾಯಚೂರಿನಲ್ಲಿ 60 ದಿನಗಳ ಸ್ಪರ್ಧಾತ್ಮಕ ಪರೀಕ... സിക്യൂബ് സഖ്യത്തെ തിരിച്ചറിയണം: ബി ജെ... Fire engulfs mattress and foam warehou... ગાવડકા ગામમાં કડીયાળીનો પુરુષ ઘૂસીને ફ... Daryl Mitchell likens Wellington crick...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વન વિભાગે ધારીના દેવળા ગામમાં બાળકી પર હુમલો કરનાર દીપડો પકડ્યો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 07 Nov 2026, 03:01 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વન વિભાગની તાત્કાલિક કામગીરીથી 3 વાગ્યે દીપડો પાંજરામાં ઝડપાઈ ગયો, અને એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો.

ધારી તાલુકાના દેવળા ગામમાં બાળકી પર હુમલો કરનાર દીપડો આખરે વન વિભાગ દ્વારા પકડી પાડ્યો ગયો.

ઘટનાને પગલે વન વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી અને અલગ-અલગ સ્થળોએ ત્રણ પાંજરા ગોઠવવામાં આવ્યા. સતત દેખરેખ અને પ્રયત્નોના પરિણામે મોડી રાત્રે 3 વાગ્યે દીપડો પાંજરામાં ઝડપાઈ ગયો.

દીપડો પકડાઈ જતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો અને ઘટનાની તાત્કાલિક નિવારણ માટે વન વિભાગની પ્રશંસા કરી.

પછી વન વિભાગની ટીમ દ્વારા પકડાયેલા દીપડાને વધુ તપાસ અને સંભાળ માટે એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યો.
📲Get App