🔥 ट्रेंडिंग 150 मोबाइल की वापसी से 150 चेहरों पर म... बिलासपुर के चकरभाठा में दो नाबालिक बच्... सलमान खान ने माटरबूमी ट्रेलर में दिखाय... सलमान खान का 'मातृभूमि' पर बड़ा बयान:... सलमान खान ने 'मातृभूमि' के चीन-विरोधी... गोवा ने DIKSHA पर कक्षा I‑VIII के NEP...
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

માતા મહાલક્ષ્મીજીનું ભવ્ય પૂજન: ઘર ભક્તિથી ઝગમગ્યું

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 07 नव. 2026, 01:25 AM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે ઘરે માતા લક્ષ્મીજીનું ભવ્ય પૂજન ભક્તિ અને શ્રદ્ધાથી સંપન્ન થયું, દાદાના હસ્તે મંત્ર જાપ અને પૂજા-વિધિ સાથે.

આજે અમારા ઘરે માતા મહાલક્ષ્મીજીનું ભવ્ય પૂજન ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સંપન્ન થયું.

સવારથી જ ઘરમાં એક અલગ જ પવિત્ર વાતાવરણ હતું. ઘરને ફૂલો અને રંગોળીથી શણગારવામાં આવ્યું હતું, દીવડાઓની રોશનીથી આખું ઘર ઝગમગી ઉઠ્યું હતું.

કાનજી દાદાના હસ્તે વિધિવત રીતે મંત્ર જાપ અને પૂજા-વિધિ કરવામાં આવી. દાદાના મુખે ગુંજતા મંત્રોના નાદથી આખું ઘર ભક્તિમય બની ગયું હતું. દાદાએ માતાજીની આરતી કરી, અને સૌએ સાથે મળીને માતા લક્ષ્મીજીને ઘરમાં કાયમી વાસ કરવા માટે પ્રાર્થના કરી. અને મારી લક્ષ્મી ના પાવન પગલાં પણ કરાવ્યા.

માતા લક્ષ્મીજીની કૃપાથી અમારા ઘરમાં તેમજ આપ સૌના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનો વાસ રહે, વેપાર-ધંધામાં બરકત આવે અને પરિવારમાં હંમેશા એકતા અને પ્રેમ જળવાઈ રહે એવી માતાજીના ચરણોમાં મનોકામના. આ પાવન અવસરે ઉપસ્થિત રહીને પૂજનને સફળ બનાવનાર સૌ પરિવારજનો અને સ્નેહીજનોનો હૃદયપૂર્વક આભાર.
📲Get App