Local
સાબરકાંઠા પોલીસએ ધનતેરસ પાવન પર્વે ૯૩૨ સભાસદોને ચાંદીના સિક્કા ભેટ આપ્યા..
સાબરકાંઠા જિલ્લા પોલીસ કર્મચારી ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા ૨૦ ગ્રામના ચાંદીના સિક્કા ૯૩૨ સભાસદોને ભેટ આપવામાં આવ્યા..
સાબરકાંઠા જિલ્લા પોલીસ કર્મચારી ક્રેડીટ એન્ડ કન્ઝ્યુમર્સ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા ધનતેરસ પાવન પર્વની ઉજવણીમાં ૯૩૨ સભાસદોને ૨૦ ગ્રામના ચાંદીના સિક્કા ભેટ આપવામાં આવ્યા.ભેટ માટે ₹44,08,232 ના ભંડોળમાંથી કુલ ₹35,88,200 ની કિંમતના સિક્કા આપવામાં આવ્યા. પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ અને નાયબ પોલીસ અધિક્ષકો સભાસદોને ભેટ આપી..
મંડળી 2019 થી કાર્યરત છે અને માર્ચ 2026 સુધીમાં ભંડોળ આશરે ₹1.30 કરોડ છે. સભાસદ દર મહિને ₹500 બચત અને ₹50 મૃત્યુ સહાય ફાળો આપે છે, બચત પર વ્યાજ મળે છે. જરૂરિયાત સમયે ₹3 લાખ સુધીની લોન 10% વ્યાજ દરે મળે છે અને સભાસદના અવસાન પર પરિવારને ₹50,000 સહાય મળે છે.સાબરકાંઠા પોલીસએ તમામ સભાસદો અને તેમના પરિવારજનોને ધનતેરસ અને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.