🔥 TRENDING देहरादून में कंटेनर ट्रक ने हुंडई i20... Rebel N C MLA as meet Dr Farooq Abdull... Annamalai Releases Book on CJP, Studen... Dileep’s Malayalam Film 'Bandra' Set t... Rebel N C MLA as meet Dr Farooq Abdull... Off Campus Season 2 Release Date Annou...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Lifestyle

અસ્તંભા ઋષિની યાત્રા

✍️ Reporter: Padavi Dipakbhai Sanjaybhai 🗓 06 Nov 2026, 11:00 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આ યાત્રા દિવાળીના સમયે ખાસ યોજાય છે.
ધનતેરસથી યાત્રાનો પ્રારંભ થાય છે.
હજારો આદિવાસી ભક્તો પગપાળા મહારાષ્ટ્ર અને ગુજરાત થી પર્વત પર જાય છે.
ઢોલ, નગારાં અને પરંપરાગત વાદ્યો વગાડવામાં આવે છે.
પર્વતની ટોચ પર ધ્વજ ચઢાવી દર્શન કરવામાં આવે છે.
દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના આદિવાસી સમાજ માટે આ યાત્રાનું વિશેષ મહત્ત્વ છે.જિલ્લો: નંદુરબાર, મહારાષ્ટ્ર
તાલુકો: અક્રાણી
પર્વતમાળા: સાતપુડા
ઊંચાઈ: આશરે 4,000 ફૂટ
નંદુરબાર જિલ્લાથી અંતર: આશરે 71 કિમી. અને ગુજરાત થી 55કિમી દૂર આવેલું છે
સાતપુડા પર્વતમાળામાં આવેલું અસ્તંભા ઋષિ (અષ્ટાંબા ઋષિ) મંદિર મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલું ખૂબ જ પ્રાચીન અને પવિત્ર આદિવાસી ધાર્મિક સ્થળ માનવામાં આવે છે.
આ સ્થાનનો સંબંધ મહાભારતના અશ્વત્થામા સાથે જોડાયેલી લોકમાન્યતાઓ સાથે છે.
ધાર્મિક માન્યતા અનુસાર અસ્તંભા ઋષિ એટલે મહાભારતના અશ્વત્થામા.
અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા.
મહાભારતના યુદ્ધમાં તેમણે ભાગ લીધો હતો.
મહાભારતની કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે તેમને અમર રહેવાનો અને પૃથ્વી પર ભટકવાનો શ્રાપ આપ્યો હતો.
આદિવાસી લોકમાન્યતા અનુસાર અશ્વત્થામા આજે પણ સાતપુડાના અસ્તંભા પર્વત પર નિવાસ કરે છે.
લોકમાન્યતા પ્રમાણે અશ્વત્થામા પર્વતના જંગલોમાં ભટકતા હોય છે. તેઓ ક્યારેક મુસાફરો પાસે માથાના ઘા માટે તેલ માગે છે અને રસ્તો ભૂલેલા લોકોને માર્ગ બતાવે છે.
આવી અનેક લોકકથાઓ પેઢી દર પેઢી ચાલી આવી છે.
અસ્તંભા ઋષિ મહારાજનું ધામ: પર્વતની ટોચ પર ઋષિ મહારાજનું પવિત્ર સ્થાન છે.
ભીમકુંડ: સ્થાનિક લોકકથા અનુસાર ભીમે ગદાથી પ્રહાર કરીને આ કુંડ બનાવ્યું હતું.
ધાર્મિક સ્થાન: અહીં આદિવાસી ભક્તો ધ્વજ અને કળશ લઈને દર્શન કરવા આવે છે.
તપસ્યાનું સ્થાન: લોકમાન્યતા પ્રમાણે અસ્તંભા ઋષિએ અહીં તપસ્યા કરી હતી.
📲Get App