🔥 TRENDING Indian Railways to Run Special Trains... Farmers in Ludhiana Receive Training o... Bihar Chief Secretary orders all depar... Two arrested as 2,400 packets of fake... Bihar Minister Orders Probe into Muzaf... ২৮তম প্রাদেশিক একলব্য ক্রীড়া ও ম্যারা...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દિવાળી પર ગરીબ બાળકોને ફટાકડાનું વિતરણ,ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા અને સાંસદ શોભનાબેન બારૈયા ઉપસ્થિત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 06 Nov 2026, 07:08 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા, સાંસદ શોભનાબેન બારૈયા અને પૂર્વ ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર સિદ્ધાર્થભાઈ પટેલની ઉપસ્થિતિમાં દિવાળી પર્વની ઉજવણીમાં ગરીબ બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું..

દિવાળી પાવન પર્વની ઉજવણીમાં નગરના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું.ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા,સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને પૂર્વ ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર સિદ્ધાર્થભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા.આ પ્રસંગમાં નગરનાં સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠનનાં વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા..

વિતરણ દરમિયાન દરેક બાળકને સુરક્ષિત રીતે ફટાકડાઓ આપવામાં આવ્યા, જેથી તેઓ દિવાળીનો આનંદ સુરક્ષિત રીતે માણી શકે.કાર્યોનું મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં ખુશી અને ઉત્સવની ભાવના જગાડવું હતું,સાથે સાથે સમાજમાં સમાનતા અને સહાનુભૂતિનું સંદેશો આપવું. ઉપસ્થિત અધિકારીઓએ આ પ્રકારની સામાજિક સેવાઓને સતત ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
📲Get App