🔥 TRENDING Nora Fatehi to Testify in Sukesh Case... प्रदेश स्तर पर आईजीआरएस रैंकिंग में जा... Over 21,000 pilgrims gather at Tawang... Five Arrested in Armed Dacoity in Nams... ಸುಳ್ಳು ಸುದ್ದಿ, RTI ದುರುಪಯೋಗ, ಬ್ಲಾಕ್ ಮೇ... Arunachal anti-dam activist rejects go...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના હીરા વેપારીનો દુઃખદ ઝંપલાવ: તાપી નદીમાં જીવન ટૂંકાવ્યું

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 06 Nov 2026, 01:24 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

36 વર્ષીય હીરા વેપારી જય મેહતાએ તાપી નદીમાં કૂદી જીવન ટૂંકાવ્યું, આર્થિક મુશ્કેલીઓના કારણે આ પગલું લીધું હોવાનું માનવામાં આવે છે.

સુરતના સગરામપુરા વિસ્તારમાં રહેતા 36 વર્ષીય હીરા વેપારી જય મેહતાએ તાપી નદીમાં કૂદી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આર્થિક મુશ્કેલીઓના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જીવન ટૂંકાવતા પહેલાં અંતિમ ફોન કોલમાં પત્ની સાથે વાત કરી હતી. પત્નીને ફોન પર ‘નાવડી ઓવારે બેઠો છું’ તેમ જણાવ્યું હતું. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App