🔥 ट्रेंडिंग धनतेरस पर पीपलरावां के बाजारों में उमड... भारत का चीनी उत्पादन 2026‑27 बाजार वर्... दिवाली 2026 के दौरान दिल्ली, यूपी, महा... सिक्किम ने बोरोन्ग हॉट स्प्रिंग्स पर्य... सिक्किम सरकार के स्कूलों को गंगटोक में... सिक्किम हाई कोर्ट ने लॉ कॉलेज की मरम्म...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠા: ધનતેરસના પાવન પર્વ નિમિત્તે આરોગ્ય નગરમાં ભગવાન ધન્વંતરિની વિધિવત્ પૂજા કરવામાં આવી..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 06 नव. 2026, 09:13 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના આરોગ્ય નગરમાં ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા અને સાંસદ શોભનાબેન બારૈયા સહિતના મહાનુભાવોએ ભગવાન ધન્વંતરિની પૂજા કરી સૌના સુખ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી..

સાબરકાંઠામાં-:
આરોગ્ય નગર ખાતે ધનતેરસના પાવન પર્વ નિમિત્તે ભવ્ય પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ઝાલા,સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને જિલ્લા મહામંત્રી બીપીનભાઈ ઓઝા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ભગવાન શ્રી ધન્વંતરિની વિધિવત્ પૂજા-અર્ચના કરી હતી..

આ ધાર્મિક કાર્યક્રમમાં શહેર ભાજપના હોદ્દેદારો,શહેરના તબીબો તેમજ કેમિસ્ટ મિત્રો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.તમામ સભ્યોએ સાથે મળીને પરંપરાગત રીતે પૂજા વિધિ પૂર્ણ કરી ભગવાન ધન્વંતરિના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.પૂજાના અંતે સૌએ સમગ્ર નગરના નાગરિકોના કલ્યાણ માટે મંગલકામના કરી હતી.આ પ્રસંગે સૌએ પ્રાર્થના કરી હતી કે નગરના તમામ નાગરિકો નિરોગી,સ્વસ્થ અને સુખી રહે તેમજ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્ય જળવાઈ રહે.
📲Get App