🔥 TRENDING Bringar CEO Balachandar Meets India's... Fire erupts in Delhi’s Karol Bagh, 22... Amit Shah Leads BJP’s ‘Loktantra Bacha... ਦੀਵਾਲੀ ''ਤੇ ਇਸ ਕੰਪਨੀ ਨੇ ਕੱਢੀ ਅਨੋਖੀ ਭਰਤ... Delhi Building Collapse Claims Two Liv... Fuel Prices Hold Steady as Crude Oil R...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ શહેરમાં ફાયર સેફ્ટી અને જરૂરી લાયસન્સ વગર ફટાકડાઓની ધમધમતી હાટડીઓ અને દુકાનો! પ્રજાની સલામતી સામે ઊભા થયા સવાલો વિરમગામ શહેરમાં નાગરિકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.

✍️ Reporter: Gilani Asikali 🗓 06 Nov 2026, 12:16 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરમાં ફાયર સેફ્ટી અને જરૂરી લાયસન્સ વગર ફટાકડાઓની ધમધમતી હાટડીઓ અને દુકાનો! પ્રજાની સલામતી સામે ઊભા થયા સવાલો
વિરમગામ શહેરમાં નાગરિકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કેટલીક ફટાકડાઓની હાટડીઓ અને દુકાનોમાં ફાયર સેફ્ટીનાં જરૂરી સાધનો તેમજ સરકારી નિયમો મુજબનાં લાયસન્સ છે કે કેમ તે અંગે ચર્ચાઓ જાગી છે. જો જરૂરી ફાયર સેફ્ટીની સુવિધા અને લાયસન્સ વગર વેપાર ધંધા ચાલતા હોય તો તે પ્રજાની સલામતી માટે જોખમી સાબિત થઈ શકે છે.
શહેરમાં ફટાકડાઓના વેપાર-ધંધો કરતા દુકાનદારો દ્વારા સલામતીના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેની તપાસ કરવાની જવાબદારી સંબંધિત તંત્રની છે. ખાસ કરીને આગ જેવી દુર્ઘટના સર્જાય ત્યારે જાનમાલનું મોટું નુકસાન થવાની શક્યતા રહેલી છે.
ત્યારે વિરમગામમા સંબંધિત વિભાગ દ્વારા શહેરની તમામ ફટાકડાઓની હાટડીઓ તથા દુકાનોમાં ફાયર સેફ્ટીનાં સાધનો, જરૂરી લાયસન્સ અને સલામતીનાં નિયમોની સઘન તપાસ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઊઠી રહી છે.
પ્રજાની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે તંત્ર ક્યારે જાગશે? નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા અનેક સવાલો હાલ વિરમગામની જનતામાં ચર્ચાઈ રહ્યા છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App