🔥 ट्रेंडिंग देहरादून में कंटेनर ट्रक ने हुंडई i20... Rebel N C MLA as meet Dr Farooq Abdull... अननमलाई ने प्रकाशित किया नया पुस्तक: स... दिलेप का मलयालम फ़िल्म 'बांद्रा' 13 नव... Rebel N C MLA as meet Dr Farooq Abdull... ऑफ कैंपस सीज़न 2 की रिलीज़ तिथि घोषित,...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

૧૧ વર્ષની અખંડ સાધના: બાબરાના સુખપર ગામના ખેડૂત વનરાજભાઈ ઝાપડિયાએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીને કમાલ કરી

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 06 नव. 2026, 10:58 AM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
૧૧ વર્ષની અખંડ સાધના: બાબરાના સુખપર ગામના ખેડૂત વનરાજભાઈ ઝાપડિયાએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીને કમાલ કરી

૩૦ વીઘા જમીનમાં વિવિધ પાકોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર અને ખેત ઉત્પાદનનું સીધું વેચાણ

કોઈપણ દવા-ખાતર વિના લહેરાતો મરચી-કપાસનો પાક: વચેટિયામુક્ત સીધા વેચાણથી પ્રગતિશીલ ખેડૂતે આર્થિક સદ્ધરતાનો નવો પથ કંડાર્યો


અમરેલી તા. ૦૫ નવેમ્બર
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુખપર ગામના પ્રગતિશીલ ખેડૂત વનરાજભાઈ છગનભાઈ ઝાપડિયા સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે એક ઝળહળતું પ્રેરણાસ્ત્રોત બન્યા છે. આજના સમયમાં જ્યારે રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના ગંભીર નુકસાન સામે આવી રહ્યા છે, ત્યારે વનરાજભાઈએ છેલ્લા ૧૧ વર્ષથી પોતાની ૩૦ વીઘા જમીનમાં સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને પૃથ્વી માતાની સેવાની સાથે ઝેરમુક્ત પાક પકવવાની અનોખી સિદ્ધિ હાસલ કરી છે.

તેમણે પોતાની જમીનમાં કૃષિ પાકોનું અદભુત અને વૈજ્ઞાનિક આયોજન કર્યું છે, જેમાં ૧૦ વીઘામાં મગફળી, ૫ વીઘામાં લીંબુ, ૪ વીઘામાં કપાસ અને મરચી તેમજ અડધા-અડધા વીઘામાં હળદર અને મગનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. ખાસ કરીને મરચી જેવા સંવેદનશીલ પાકમાં, જ્યાં સામાન્ય રીતે રોગ-જીવાતનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, ત્યાં પણ કોઈપણ જાતની રાસાયણિક દવાના છંટકાવ વિના લહેરાતો તેમનો તંદુરસ્ત પાક જોનારાઓ માટે આશ્ચર્યનો વિષય બન્યો છે. શુદ્ધતા, સ્વાદ અને ગુણવત્તામાં શ્રેષ્ઠ એવા આ પાકનું વનરાજભાઈ પોતે જ સીધું વેચાણ કરીને વચેટિયાઓ મુક્ત બજાર વ્યવસ્થા દ્વારા ઉચ્ચ આર્થિક નફો પણ મેળવી રહ્યા છે.

આ પ્રાકૃતિક અભિયાનને વધુ સઘન અને આત્મનિર્ભર બનાવવા માટે વનરાજભાઈ ૧૦ ગાયોનું ગૌપાલન કરે છે. કૃષિ અને પશુપાલનનો ઉત્તમ સમન્વય કરીને તેમણે પોતાના ઘરે જ વર્મીકમ્પોસ્ટ (અળસિયાનું ખાતર) યુનિટ અને બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યા છે, જેનાથી ખેતી માટેનું અમૃત સમાન શુદ્ધ ખાતર તેમને ઘરઆંગણે જ મળી રહે છે.

વનરાજભાઈની સૌથી પ્રશંસનીય અને સેવાકીય બાબત એ છે કે તેઓ માત્ર પોતાની પ્રગતિ પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ તેમની કોઠાસૂઝ, સામાજિક વિચારસરણી અને સક્રિય માર્ગદર્શનથી આજે સુખપર ગામના આશરે ૧૫૦ જેટલા ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ ધમધમતા થયા છે.

પશુપાલન અને પ્રાકૃતિક ખેતીના આ સામૂહિક સમન્વયથી આખું ગામ આર્થિક અને પર્યાવરણીય રીતે સમૃદ્ધ થઈ રહ્યું છે. પોતાની મહેનતથી ધરતીને નંદનવન બનાવનાર વનરાજભાઈએ સાબિત કરી બતાવ્યું છે કે, જો મક્કમ નિર્ધાર હોય તો પ્રાકૃતિક ખેતીથી ખેડૂત પણ આર્થિક રીતે સદ્ધર બને છે અને સમાજને પણ રોગમુક્ત, સુધામય આહાર પૂરો પાડી શકાય છે.
📲Get App