🔥 TRENDING চাতরা সি.এস.সি. ক্লাবের সেরা প্রতিমা প... Tawang Welcomes Sacred Buddha Relics A... Arunachal Pradesh Government Announces... किसानों के सीजन का टाइम है अभी भी इंदि... J&K Finance Dept Promotes Senior Assis... J&K Maps 30,000 Chinar Trees in New Di...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ તથા બાળકોને મીઠાઈ, ફરસાણ, ફટાકડા અને કપડાંનું વિતરણ કરાયું

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 06 Nov 2026, 05:17 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટ તથા બાળકોને મીઠાઈ, ફરસાણ, ફટાકડા અને કપડાંનું વિતરણ કરાયું

જૂનાગઢ તારીખ. ૦૬

જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા પાંચ દિવસીય દિવાળી પર્વની અનોખી અને સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવી. તહેવારની સાચી ખુશી જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ખુશીઓનો પ્રકાશ પાથરવામાં છે. તેવા સેવાભાવી અભિગમ સાથે ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, પાંચ દિવસીય દીપોત્સવના પર્વ નિમિત્તે દરેક પરિવારના જીવનમાં નિરોગીતા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવા શુભ આશયથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એચ.આઈ.વી.ગ્રસ્ત બાળકો તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા બાળકોને દિવાળીના પર્વની ખુશીઓમાં સહભાગી બનાવવા માટે મીઠાઈ, ફરસાણ, ફટાકડા અને નવાં કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિ થકી બાળકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.
આ પ્રસંગે ડૉ. પી. એચ. લાખણોત્રા, ડૉ. ભાવિનભાઈ પઢારિયા, ડૉ. ચંદ્રેશભાઇ વ્યાસ, ડૉ. અલ્પેશભાઈ વૈષ્ણાણી, ડૉ. જીતુભાઈ પાંભર, દિનેશભાઈ રામાણી, નાથબાપુ વાળા, કે. કે. ગોસાઈબાપુ, શાસ્ત્રી રવિભાઈ દવે, જયેશભાઈ સોલંકી, રમેશભાઈ બાકુ, કમલેશભાઈ સૈજુ, જલ્પાબેન, વિજયભાઈ કનેરિયા, રાહુલભાઈ પરમાર, પ્રો. પી. બી. ઉનડકટ, મહેન્દ્રભાઈ મશરૂ, યતીનભાઈ કારીયા, યોગેન્દ્રસિંહ પઢીયાર સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સેવાકીય પ્રવૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

તહેવારોની ઉજવણી માત્ર પોતાના પરિવાર પૂરતી સીમિત ન રહેતાં સમાજના જરૂરિયાતમંદ પરિવારો અને બાળકો સુધી ખુશીઓ પહોંચે તેવો સંદેશ ગિરનારી ગ્રુપ દ્વારા આપવામાં આવ્યો હતો, તેમ યાદીના અંતે જણાવાયું હતું.
📲Get App