🔥 TRENDING తుఫాన్ ప్రభావంలో కూడా ప.గో, ఏలూరు, పశ్... मथुरा - ऑपरेशन दहन बरसाना में 1.59 लाख... Iran Permits Indian and Chinese Vessel... Top Stock Picks for November 5, 2026:... Robin Singh Featured in The Tribune ED Raids IPS Officer in APPSC Exam Fra...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લામાં ઓઇલ પામની ખેતી કરતા ખેડૂતોને સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવશે

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 05 Nov 2026, 10:05 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*અમરેલી જિલ્લામાં ઓઇલ પામની ખેતી કરતા ખેડૂતોને સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવશે*
*૦૦૦૦૦૦૦૦*

*અમરેલી તા. ૦૪ નવેમ્બર,૨૦૨૬ -* કેન્દ્ર પુરસ્કૃત નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ અને ઓઇલ પામ યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના ખેડૂતોને ઓઇલ પામના વાવેતરમાં વિશેષ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા અમલીકૃત આ યોજના હેઠળ ખેડૂતોને ઓઇલ પામના વાવેતર માટે પ્રથમ વર્ષે પ્રતિ હેક્ટર રૂ. ૨૯,૦૦૦ની સહાય આપવામાં આવશે.

આ ઉપરાંત, બાકીના ચાર વર્ષ માટે આંતરપાક તથા નિભાવણી ખર્ચ પેટે પ્રતિ વર્ષ પ્રતિ હેક્ટર રૂ.૧૦,૫૦૦ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. બજારમાં પામોલીન તેલની ઊંચી માંગ અને આ પાક દ્વારા મળતી એકર દીઠ સારી આવકને ધ્યાને રાખીને, સરકાર દ્વારા અમરેલી જિલ્લાના ખેડૂતોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ યોજના હેઠળ જિલ્લામાં વાવેતર કરાવવા માટે સરકાર દ્વારા ‘પ્રિ - યુનિક કંપની’ને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. જે ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા અથવા વધુ માહિતી મેળવવા માંગતા હોય, તેઓ પ્રિ - યુનિક કંપનીના સંપર્ક નંબર ૯૧૫૪૧૯૭૯૭૫ પર અથવા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે રૂબરૂ અથવા ફોન નંબર ૦૨૭૯૨-૨૨૩૮૪૪ પર સંપર્ક કરવો તેમ અમરેલી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App