🔥 ट्रेंडिंग सोलापूर जिल्ह्यातील ५ लाख १७ हजार शेतक... UGC ने सरकारी निर्देश पर जाति भेदभाव व... सुप्रीम कोर्ट ने तिरुपति लड्डू घी मिला... एलजी इलेक्ट्रॉनिक्स इंडिया ने ऑटोमोटिव... गुजरात नेचुरल रिसोर्सेज़ का CWIP 77% ब... गुजरात ने 2027 के लिए 18 सार्वजनिक छुट...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વલસાડમાં જ્યોતિ પ્લાસ્ટિક ખાતે મહિલાઓની જાતીય સતામણી નિવારણ સેમિનારનું આયોજન

✍️ रिपोर्टर: Makvana Chandravadan Bahadurblhai 🗓 05 नव. 2026, 07:30 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પારડી તાલુકાની જ્યોતિ પ્લાસ્ટિક કંપનીમાં POSH અધિનિયમ-2013 અંગે જાગૃતિ સેમિનારનું આયોજન, જેમાં 110 મહિલા કર્મચારીઓએ ભાગ લીધો.

વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પારડી તાલુકાની જ્યોતિ પ્લાસ્ટિક કંપનીમાં મહિલાઓની જાતીય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 (POSH Act) અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારમાં 110 મહિલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

સેમિનારમાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર જિજ્ઞેશ પટેલ દ્વારા POSH અધિનિયમ-2013 અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. આંતરિક સમિતિની રચના, તેની જવાબદારીઓ અને કામગીરી તેમજ મહિલાઓને કાર્યસ્થળે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ પૂરું પાડવા અંગે સમજ આપવામાં આવી. ભારત સરકારના SHE-Box પોર્ટલ અંગે માહિતી આપતાં 10 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓમાં આંતરિક સમિતિની રચના કરી તેની વિગતો પોર્ટલ પર અપલોડ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

DHEWનાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ જિગ્નિશાબેન પટેલ દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલી વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી. ‘સખી’ વન સ્ટોપ સેન્ટર, વલસાડનાં કેસ વર્કર પ્રિયાબેન દ્વારા સેન્ટરની કામગીરી તથા મહિલાઓને ઉપલબ્ધ કરાવવામાં આવતી વિવિધ સહાય અંગે જાણકારી આપવામાં આવી. પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC), વાપીનાં કાઉન્સેલર નેહાબેન પટેલ દ્વારા કેન્દ્રની કામગીરી અને મહિલાઓને મળતા કાઉન્સેલિંગ તથા સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં ‘પ્રતિકાર’ ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું, જે મહિલાઓમાં કાયદાકીય જાગૃતિ અને કાર્યસ્થળે સુરક્ષા અંગે સમજ કેળવવા માટે હતું.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહિલાઓને વિવિધ મહિલાલક્ષી યોજનાઓના પેમ્પલેટ (IEC) તથા જ્યુટ બેગનું વિતરણ કરવામાં આવ્યું. સોહિલ ચૌહાણ, પ્રોટેક્શન ઓફિસર (ઇનચાર્જ), કંપનીના મેનેજર, DHEWના કર્મચારીઓ, ‘સખી’ વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ, PBSC વાપીના કર્મચારીઓ, વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર, વાપી/ઉમરગામના કર્મચારીઓ તેમજ પારડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
📲Get App