🔥 ट्रेंडिंग પ્રારંભિક બાંધકામ ખર્ચ પ્રમાણમાં ઊંચો... बदायूं में चार बच्चों को जन्म देने वाल... बाढ थाना क्षेत्र के नया टोला गुलाब में... बीदर विश्वविद्यालय की क्रॉस कंट्री दौड... दीपावली का असली उत्साह दूसरों के जीवन... ધાંગધ્રા અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા આરયૅ...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠા જિલ્લામાં દિવાળી ખરીદી માટે ટ્રાફિક નિયમન,વાહન વ્યવહાર સરળ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 05 नव. 2026, 06:53 PM 👁 32
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા પોલીસની સીટી ટ્રાફિક ટીમે બજાર વિસ્તારમાં ટ્રાફિકનું નિયંત્રણ કરીને ખરીદીકારીઓ અને વેપારીઓને સહજતા આપી..

સાબરકાંઠામાં-:
દિવાળીની ખરીદી માટે બજારમાં ઉમટતા પરિવારોને શાંતિપૂર્વક ખરીદી કરવાની અને વેપારીઓનો ધંધો સરળતાથી ચાલે તે માટે સાબરકાંઠા પોલીસની સીટી ટ્રાફિક ટીમે બજાર વિસ્તારમાં વાહનવ્યવહારનું કડક નિયમન કર્યું.ટીમે ખાસ ધ્યાન આપીને ભીડ વચ્ચે ટ્રાફિક જામ ન સર્જાય અને માર્ગો પર ચાલતા લોકો માટે પૂરતી જગ્યા રહે તે સુનિશ્ચિત કરી..

વાહનોને નિર્ધારિત માર્ગો અને સમયસીમા મુજબ ચલાવીને બજારની અંદર ગતિશીલતા સુગમ બનાવી.પોલીસ દ્વારા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના વાહનો એ રીતે પાર્ક કરે કે અન્ય માર્ગો ખુલ્લા રહે. આવા સહકારથી સૌની અવરજવર સરળ બને છે અને બજારમાં ખરીદીનો અનુભવ વધુ આરામદાયક બને છે.
📲Get App