🔥 TRENDING ଏହି ଜିଲ୍ଲାରେ ୭ ତାରିଖ ପର୍ଯ୍ୟନ୍ତ ସ୍କୁଲ ଛ... आज #पूर्णियाएयरपोर्ट पर #भारतीयजनतापार... बिहार के राज्यपाल पहुंचे पुनौराधाम Punjab Records Over 2,000 Farm Fires A... Rahul Gandhi criticises Punjab CM over... Nine Youths Missing in Tinsukia; Polic...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

વાગરાના સલાદરા ગામે હઝરત મજીલેષા બાવાના વાર્ષિક સંદલ શરીફ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 05 Nov 2026, 12:13 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરા તાલુકાના સલાદરા ગામે હઝરત મજીલેષા બાવાના વાર્ષિક સંદલ શરીફ મહોત્સવ ખૂબ જ અદબ અને ધામધૂમ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખંભાતના જાણીતા સૈયદ રઈસ મિલ્લત બાવા સહિત ધાર્મિક ગુરુઓએ શ્રદ્ધાળુઓને આશીર્વાદ પાઠવ્યા હતા.

વાગરા તાલુકાના ઐતિહાસિક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર સમાન સલાદરા ગામે અકીક અને શ્રદ્ધાના પ્રતીક સમો હઝરત મજીલેષા બાવાનો વાર્ષિક સંદલ શરીફ મહોત્સવ ખૂબ જ અદબ, ધામધૂમ અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પવિત્ર મહોત્સવને લઈને સ્થાનિક ગ્રામજનો અને આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. બપોરના સુમારે ૩:૦૦ વાગ્યાના આરંભાયેલા આ પવિત્ર મહોત્સવમાં સલાદરા તેમજ દૂરદરાજના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો માનવમહેરામણ ઉમટી પડ્યો હતો, જેના કારણે ચારેય બાજુ ભક્તિમય અને દિવ્ય વાતાવરણ જોવા મળ્યું હતો.

આ પવિત્ર અવસરે આધ્યાત્મિક અને ધાર્મિક પરંપરાને જાળવી રાખતા ખંભાતના જાણીતા સૈયદ રઈસ મિલ્લત બાવા, માતર વાળા સૈયદ બાવા તેમજ અન્ય વિવિધ સૈયદ બાવાઓ અને ધર્મગુરુઓ ખાસ ઉપસ્થિત રહી પોતાની મૌલિક હાજરી નોંધાવી હતી અને આશીર્વાદ પાઠવ્યા હતા. મહોત્સવ દરમિયાન ઉપસ્થિત તમામ અઝિઝો અને શ્રદ્ધાળુઓની હાજરીમાં દેશ અને દુનિયામાં અસીમ ભાઈચારો, કોમી એકતા, અમન, શાંતિ અને સમૃદ્ધિ કાયમ માટે બનેલી રહે તે માટે અદબ સાથે ખાસ વિશેષ દુઆઓ માંગવામાં આવી હતી, જેથી સમાજમાં એકતાનો સંદેશ વધુ મજબૂત બની શકે.

આ વાર્ષિક સંદલ શરીફની પવિત્ર શરૂઆત હઝરત મજીલેષા બાવાના મુબારક ઘરેથી રીતિ-રિવાજ મુજબ કરવામાં આવી હતી. ત્યાંથી સલાદરા ગામના મુખ્ય માર્ગો, ચોક અને વિવિધ ફળિયાઓ ઉપરથી સંદલ શરીફની ભવ્ય યાત્રા ફરી હતી. આ યાત્રામાં ગામના અસંખ્ય યુવાનો, વડીલો અને બહોળી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાણ કરી રહ્યા હતા, જેનાથી સમગ્ર ગામમાં એક અનેરો ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો.

આ પવિત્ર સંદલ મહોત્સવ માત્ર એક ગામ પૂરતો મર્યાદિત ન રહેતા તેની વ્યાપકતા ખૂબ જ વિશાળ રહી હતી. જેમાં વાગરા, સારણ, કેસવણ અને યજમાન સલાદરા સહિતના આસપાસના ચારેય ગામોમાંથી ભવ્ય સંદલ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. તમામ ગામોના નાગરિકો અને આગેવાનોએ ભેગા મળીને આ પવિત્ર ઉત્સવમાં સક્રિયપણે ભાગ લીધો હતો, જેણે વર્તમાન સમયમાં પણ કોમી એકતા, પરસ્પર પ્રેમ અને આસ્થાનું સર્વોત્તમ અને જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સંદલ યાત્રા બાદ બાવાની દરગાહ શરીફ ખાતે પહોંચીને સૌ કોઈએ અદબ અને શ્રદ્ધાપૂર્વક બાવાની મજાર પર પવિત્ર ચાદર અને ફૂલ અર્પણ કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ માટે ન્યાઝ (લંગર) નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ બેસીને ન્યાઝનો લાભ લીધો હતો. સમગ્ર આયોજન અત્યંત શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને દિવ્ય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
📲Get App