🔥 TRENDING Delhi Residents File Complaint Against... લાઠી રામપર ગામમાં જુગાર રમતા બે વ્યક્ત... Rajasthan CM Bhajan Lal Vows Reply to... गुनसार मतदान केंद्र पर महिला मतदाताओं... सरूपरा के सरपंच ने अल्म राम जी बंजारा... બાબરાના કરિયાણા ગામમાં પ્રેમસંબંધની જા...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

ઝાલોદની શ્રી કેસરીયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગમાં દિવાળીની ભવ્ય ઉજવણી

✍️ Reporter: Pankaj Pandit 🗓 05 Nov 2026, 03:24 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઝાલોદમાં આવેલી શ્રી કેસરીયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગમાં દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી, દીવા પ્રગટાવવા અને લાઈટિંગથી પરિસરને શણગારવામાં આવ્યું હતું. ટ્રસ્ટીશ્રી અને આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

ઝાલોદમાં આવેલી શ્રી કેસરીયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગ ખાતે દિવાળીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય અને આનંદમય દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડા. મુકેશભાઈ સમસુભાઈ તથા કોલેજના આચાર્યશ્રી (પ્રિન્સિપાલ) ડા. રાધાબેન મોહનભાઈના માર્ગદર્શન હેઠળ કોલેજના અધ્યાપકગણ અને તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા આકર્ષક રંગોળીઓ બનાવવામાં આવી હતી. તેમજ દીવાઓ પ્રગટાવીને કોલેજ પરિસરને રંગબેરંગી લાઈટ્સ અને ફુગ્ગાઓથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. સમગ્ર કોલેજ પરિસર દિવાળીના પર્વની રોનકથી ઝળહળી ઊઠ્યું હતું. આ ઉજવણીના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા, એકતા અને ભાઈચારાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમના અંતે સંસ્થાના ટ્રસ્ટીશ્રી તથા આચાર્યશ્રીએ કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આમ, શ્રી કેસરીયાજી દશામા કોલેજ ઓફ નર્સિંગ ખાતે દિવાળી પર્વની ઉજવણી હર્ષોલ્લાસ અને આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
📲Get App