🔥 ट्रेंडिंग 2025 में भारत की सड़कों पर 1.83 लाख लो... बेंगलुरु के NH-44 पर दो हादसे-प्रवण जं... ज्योतिषी ने 'रामायण' की बॉक्स ऑफिस कमा... रामायण एडवांस बुकिंग पहला दिन: रणबीर क... ਅਮਰੀਕਾ ''ਚ ਨਗਰ ਕੀਰਤਨ ’ਚ ਹਿੰਸਾ: 2 ਗੁੱਟਾ... लावरेन्स बिश्नोई गैंग ने तुषार कपूर को...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મુંબઈ હાઈવે પર બે ટ્રક વચ્ચે થયેલ ભયાનક અકસ્માત, ગેસ સિલિન્ડર ફાટી ગયા

✍️ रिपोर्टर: Sangani Viraj Ashokbhai 🗓 04 नव. 2026, 07:29 AM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુંબઈ હાઈવે પર બે ટ્રક વચ્ચે અથડામણમાં ગેસ સિલિન્ડર રસ્તા પર ફેલાયા, પ્રાથમિક માહિતી મુજબ 2‑3 સિલિન્ડર ફાટી ગયા.

ગુજરાત–મુંબઈ હાઈવે: વહેલી સવારે ગુજરાત–મુંબઈ હાઈવે પર બે ટ્રક વચ્ચે સામસામે ભયાનક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, એક ટ્રકના ડ્રાઈવરને ઝોકું આવી જતાં ટ્રક કાબૂ બહાર ગયો હતો અને સામે આવતા અન્ય ટ્રક સાથે જોરદાર અથડામણ થઈ હતી.

અકસ્મતમાં એક ટ્રકમાં ભરેલા ગેસ સિલિન્ડરો રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. આ દરમિયાન 2થી 3 ગેસ સિલિન્ડર ફાટ્યાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જેના કારણે ઘટનાસ્થળે ભયનો માહોલ સર્જાયો હતો.

અકસ્મતને પગલે હાઈવે પર વાહનચાલકોમાં અફરાતફરી મચી હતી. ગેસ સિલિન્ડરો રસ્તા પર ફેલાઈ જતાં અન્ય વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થયું હતું.

હાલમાં અકસ્માતમાં જાનહાનિ, ઈજાગ્રસ્તોની સંખ્યા, ચોક્કસ સ્થળ અને ટ્રાફિકની સ્થિતિ અંગે સત્તાવાર વિગતો મળવાની બાકી છે.
📲Get App