🔥 TRENDING ધારી તાલુકાના દુધાળા ગામમાં મગરની દેખા... ગોવા સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જ... 108 Ambulance Service to Stay Operatio... Half of Gujarat University recruitment... पाकुर जिला में भाजपा की प्रमुख बैठक, प... Karnataka Raises State Bus Fares Effec...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતના સરદાર બ્રિજ પર યુવકનો આત્મહત્યાનો પ્રયાસ, તાપી નદીમાં કૂદ્યો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 04 Nov 2026, 11:33 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં સરદાર બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જેના કારણે સ્થળ પર અફરાતફરી મચી અને તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી.

સુરત શહેરમાં સરદાર બ્રિજ પરથી એક યુવકે રહસ્યમય સંજોગોમાં તાપી નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

રાત્રિના સમયે લોકોની અવરજવર વચ્ચે યુવકે બ્રિજ પર પોતાની બાઇક ઊભી રાખી, ચપ્પલ ઉતાર્યા અને જોતજોતામાં તાપી નદીના ધસમસતા પ્રવાહમાં છલાંગ લગાવી દીધી હતી.

ઘટનાને પગલે ત્યાં હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર વિભાગ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.
📲Get App