🔥 TRENDING एस.आर. पब्लिक स्कूल उरई में साइबर जागर... J&k Tourism showcase it's diverse Tour... Apni Party faces possible major Rebell... बिरंनगढ़ में छठ पूजा की तैयारियाँ: भव्... મહેસાણા જિલ્લા પંચાયતની બેઠકમાં પ્રભાર... Delhi Air Quality Plummets to 'Very Po...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારો માટે ધન્વંતરી આરોગ્ય રથ અને મોબાઈલ હેલ્થ યુનિટની ટીમોને સઘન તાલીમ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 04 Nov 2026, 07:50 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ, મોબાઈલ હેલ્થ યુનિટ અને બાઈક મોબાઈલ હેલ્થ યુનિટની ટીમોને સઘન તાલીમ આપવામાં આવી છે..

સાબરકાંઠાના-:
અંતરિયાળ આદિવાસી અને છેવાડાના વિસ્તારોમાં વસતા નાગરિકોને તેમના ઘરઆંગણે ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ મળી રહે તેવા સરકારશ્રીના અભિગમને વધુ અસરકારક રીતે સાકાર કરવા આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે..

આ દિશામાં ધન્વંતરી આરોગ્ય રથ, મોબાઈલ હેલ્થ યુનિટ અને બાઈક મોબાઈલ હેલ્થ યુનિટ જેવી આરોગ્યલક્ષી સેવાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.આરોગ્ય સેવાઓની પહોંચ વધુ સુદૃઢ બનાવવા માટે આ વિભાગોની ટીમોને સઘન તાલીમ અપાઈ છે..

આ તાલીમનો ઉદ્દેશ્ય છે કે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો સુલભ અને ગુણવત્તાયુક્ત સેવાઓથી લાભ મેળવી શકે, જેથી સરકારના આરોગ્ય કાર્યક્રમો વધુ અસરકારક બને.
📲Get App