🔥 TRENDING জনমাস্টমি উদযাপনে স্থানীয় অনুষ্ঠান অন... केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमन... હિંમતનગરના મોતીપુરામાં રહેણાક વિસ્તાર... TASMAC Suspends 245 Supervisors Over L... Tamil Nadu's GST Revenue Not Sole Indi... Tamil Nadu Allows 6 Daily Film Shows A...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરના મોતીપુરામાં રહેણાક વિસ્તાર નજીક સ્મશાન બનાવવાના નિર્ણય પર સ્થાનિકોનો વિરોધ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 04 Nov 2026, 08:23 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરની નગરપાલિકાએ મોતીપુરા વિસ્તારમાં રહેણાક વિસ્તાર નજીક સ્મશાન બનાવવાનો નિર્ણય લીધો, જેના કારણે સ્થાનિકોનો ભારે વિરોધ થયો અને ગંદા પાણીની સમસ્યાઓને લઈને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું..

સાબરકાંઠાના-:
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં વોર્ડ નંબર-૬ ના સર્વે નંબર ૧૪/૨ પૈકી .૭૯.માં પમ્પિંગ સ્ટેશન પાસે નવું સ્મશાન (અંતિમધામ) બનાવવાના નગરપાલિકાના નિર્ણય સામે સ્થાનિક રહીશોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.ગંગાચાર્ય સોસાયટી,કબીર રેસિડેન્સી,પરિશ્રમનગર,સૂર્યનગર,ચંદ્રનગર,રામદેવ આશ્રમ,કબીર આશ્રમ સહિત બહેરા-મૂંગા વિદ્યાલય,સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલ, નંદઘર અને આંગણવાડી નજીક રહેતા રહીશોએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે..

બીજી તરફ મોતીપુરા વિસ્તારની વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી કેનાલમાંથી સતત ગંદા પાણીનો પ્રવાહ આવતો હોવાની ગંભીર સમસ્યાએ પણ રહીશોની મુશ્કેલી વધારી છે અને પીવાના પાણીની પાઇપલાઇન પણ એ જ ગંદા પાણીમાંથી પસાર થતી હોવાનો આક્ષેપ છે.આ સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતાં રહીશોએ નગરપાલિકાને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે; જો ગંદા પાણી અને પીવાના પાણીની પાઇપલાઇનનો કાયમી ઉકેલ ન મળે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને સિમેન્ટ અને રેતી લાવી કેનાલ બંધ કરવાની ફરજ પડશે.આ રીતે મોતીપુરાના રહીશોએ નગરપાલિકા પાસે માત્ર આશ્વાસન નહીં, પરંતુ સમયમર્યાદામાં નક્કર કામગીરીની માગ કરી છે.
📲Get App