એકતાનગરના ભારત પર્વમાં કઠપૂતળી કલાનું આકર્ષણ, પેઢીઓ જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે દિલ્હીથી આવેલા કલાકારો
એકતાનગર ખાતે યોજાઈ રહેલા ભારત પર્વ-૨૦૨૬માં દેશની વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ અને લોકકળાઓનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ‘શક્તિ ઓફ ભારત’ની થીમ આધારિત આ મહોત્સવમાં દિલ્હીથી આવેલા કઠપૂતળીના કલાકારો પોતાની પરંપરાગત કળા દ્વારા પ્રવાસીઓનું આકર્ષણ બની રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ રંગબેરંગી કઠપૂતળીઓ, લોકસંગીત અને રસપ્રદ કથાઓની રજૂઆતનો આનંદ માણી રહ્યા છે.
દિલ્હી પ્રવાસન વિભાગના માધ્યમથી કળા રજૂ કરી રહેલા લાલા ભાટ, કૂકી ભાટ અને લોલક બહેન પેઢી દર પેઢી મળેલા લોકકળાના વારસાને જાળવી રહ્યા છે. તેમના કાર્યક્રમોમાં અનારકલી, અમરસિંહા ઢોલ, ઢોલા-મારુની લોકગાથા, કવ્વાલી અને ભાની પ્રસાદ જાદુગર જેવા પાત્રોની રજૂઆત કરવામાં આવે છે.
કલાકાર લાલા ભાટના જણાવ્યા અનુસાર, કઠપૂતળીનો ખેલ તેમના પરિવારનો પરંપરાગત વ્યવસાય છે અને તેમના દાદા-પરદાદાના સમયથી આ કળા દ્વારા લોકોનું મનોરંજન કરવામાં આવે છે. તેઓ આજે પણ આ વારસાને આગળ વધારી રહ્યા છે. ખાસ વાત એ છે કે કઠપૂતળીની કળા માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, પરંતુ સામાજિક જાગૃતિ, નૈતિક મૂલ્યો અને લોકજીવનના સંદેશાઓ લોકો સુધી પહોંચાડવાનું પણ અસરકારક માધ્યમ છે.
આધુનિક ડિજિટલ યુગમાં પણ આવી પરંપરાગત લોકકળાઓ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને વિરાસત સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે. ભારત પર્વમાં ગુજરાતની ધરતી પર પોતાની કળા રજૂ કરવાની તક મળતાં કલાકારોએ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ આ તક આપવા બદલ દિલ્હી પ્રવાસન વિભાગ અને ગુજરાત પ્રવાસન વિભાગનો આભાર માન્યો હતો.
આમ, એકતાનગર ખાતે યોજાયેલું ભારત પર્વ દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા અને લોકકળાઓને એક મંચ પર લાવી રહ્યું છે. કઠપૂતળીના ખેલ દ્વારા કલાકારો જૂની લોકપરંપરાને જીવંત રાખવાની સાથે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને સાંસ્કૃતિક એકતાનો સંદેશ પણ આપી રહ્યા છે.