🔥 ट्रेंडिंग ગાંધીનગરના નવા G‑Gen મેયર રૂપસિંગ ઠાકો... करैरा थाने में 13.26 ग्राम मादक पदार्थ... बड़वानी के पीएमश्री केन्द्रीय विद्यालय... आई.एन.डी.आई.ए. ब्लॉक का Bengaluru में... राजस्थान ने SARAS मेला में बिक्री में... राजस्थान हाई कोर्ट की वेबसाइट पर नकली...
04 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વલસાડ પત્રકાર સંઘની રચના; ઉત્પલભાઈ દેસાઈને પસંદગી

✍️ रिपोर्टर: Makvana Chandravadan Bahadurblhai 🗓 04 नव. 2026, 11:55 AM 👁 21
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડ જિલ્લામાં પત્રકારોની એકતા અને લોકપ્રશ્નોના નિરાકરણ માટે 'વલસાડ પત્રકાર સંઘ'ની રચના કરવામાં આવી છે. તાજેતરમાં મળેલી વિશેષ બેઠકમાં સર્વાનુમતે ઉત્પલભાઈ દેસાઈને પ્રમુખ પદે પસંદ કરવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લામાં પત્રકારોના ઉત્થાન, લોકપ્રશ્નોના સચોટ નિરાકરણ અને પત્રકારોની એકતા માટે 'વલસાડ પત્રકાર સંઘ'ની રચના કરવામાં આવી છે. આ સંઘના માધ્યમથી સિનિયર પત્રકારોના માર્ગદર્શન હેઠળ ફિલ્ડમાં સક્રિય અને ઉત્સાહી નવજુવાન પત્રકારોને એક જ મંચ પર લાવીને સમાજ તથા લોક પ્રશ્નોને વાચા આપી તેનું યોગ્ય નિરાકરણ લાવવાના ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ હેતુસર સંઘની નવી કારોબારી સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

તાજેતરમાં મળેલી વિશેષ બેઠકમાં સર્વાનુમતે સંસ્થાની નવી કારોબારી સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ સમિતિમાં ઉત્પલભાઈ દેસાઈને પ્રમુખ, કમલેશભાઈ હરિયાવાલા અને તરુણ નાયકાને ઉપપ્રમુખ, બંકીમભાઈ દેસાઈને મંત્રી, મુકેશભાઈ દેસાઈને સહમંત્રી, કાદરભાઈ હાસમાનીને ખજાનચી, પી. કે. ઠાકોરને સહ-ખજાનચી અને દેયઝાદ ચોથિયા બાવાજીને કો-ઓર્ડીનેટર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

સંસ્થાનું સુચારુ સંચાલન અને વહીવટી શિસ્ત જળવાઈ રહે તે હેતુસર એક શિસ્ત સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ શિસ્ત સમિતિમાં ઉત્પલભાઈ દેસાઈ, બંકીમભાઈ દેસાઈ, કાદરભાઈ હાસમાની, કમલેશભાઈ હરિયાવાલા અને સુભાષ ઠાકોરનો સમાવેશ થાય છે.

બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યો તથા શુભેચ્છકો દ્વારા નવનિયુક્ત તમામ હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વલસાડ પત્રકાર સંઘની આ રચનાથી જિલ્લાના પત્રકારત્વ જગતમાં એક નવી જ ઉર્જા અને સકારાત્મક જોશ જોવા મળી રહ્યો છે.
📲Get App