स्थानीय
અમદાવાદના થલતેજમાં મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં આગ, જીવ બચાવવા સીડી પરથી નીચે ઉતર્યા લોકો
यहाँ देखें:
▶️ YouTube
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેના કારણે બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના કારણે બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ તંગદિલીની સ્થિતિમાં જીવ બચાવવા માટે લોકો સીડી મારફતે નીચે ઉતરતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેથી રાહતનો શ્વાસ લેવાઈ રહ્યો છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને તપાસ ચાલુ છે.