🔥 TRENDING New Movies & Shows Streaming on Netfli... Amal Neerad's 'Bachelor Party D'eux' E... Bollywood's 'Bachelor Party D’eux' Tra... ENE Repeat Trailer Released: Fans Exci... Local Authorities Crack Down on Plasti... Goa Home: Every Corner Echoes Divinity
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યસભાના સાંસદ અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી માનસિંહ પરમારે ગીર સોમનાથ જિલ્લાના માર્ગ અને ટ્રાફિક સુવિધા અંગે કેન્દ્રીય મંત્રી

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 02 Nov 2026, 06:49 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજ રોજ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી આદરણીય શ્રી નીતિન ગડકરી સાહેબને રૂબરૂ મળીને ગીર સોમનાથ જિલ્લાના વિકાસલક્ષી કાર્યો અંગે સવિસ્તર રજૂઆત કરી. 📍 મુખ્ય રજ

રાજ્યસભાના સાંસદ અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી માનસિંહ પરમારે ગીર સોમનાથ જિલ્લાના માર્ગ અને ટ્રાફિક સુવિધા અંગે કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબ સાથે વિશેષ મુલાકાત!

આજ રોજ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી આદરણીય શ્રી નીતિન ગડકરી સાહેબને રૂબરૂ મળીને ગીર સોમનાથ જિલ્લાના વિકાસલક્ષી કાર્યો અંગે સવિસ્તર રજૂઆત કરી.

📍 મુખ્ય રજૂઆતના મુદ્દાઓ:
ભુવાટીબી, આલિદ્રા, પ્રાંચી અને ખેરા ગામના રાષ્ટ્રીય રાજમાર્ગ પર રાત્રિના સમયે પૂરતી રોશની માટે સ્ટ્રીટ લાઈટ્સ લગાવવી.

રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સુરક્ષા અને અકસ્માત નિવારણ માટે હાઈ-માસ્ટ લાઈટની વ્યવસ્થા કરવી.

જગપ્રસિદ્ધ તીર્થસ્થળ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હજારો શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોની સુવિધા માટે કાજલી ગામ જંક્શન ખાતે સર્વિસ રોડનું નિર્માણ અને હાઈ-માસ્ટ લાઈટ લગાવવી.

પ્રભાસ પાટણ-સોમનાથ આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામતી અને સ્થાનિક નાગરિકોની સુવિધા માટે આ કાર્યો અત્યંત આવશ્યક છે,

જેને લઈને સાહેબ સમક્ષ ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ. જનહિતના આ કાર્યો ટૂંક સમયમાં જ સાકાર થશે તેવો પૂર્ણ વિશ્વાસ છે.

જય સોમનાથ! 🚩
#NitinGadkari #GirSomnath #Somnath
Mansingh Parmar BJP OBC Morcho Gujarat
📲Get App