🔥 TRENDING Fire Breaks Out at Electrical Shop and... Gokul to Elect New President on 10th Maharashtra to Launch India's First Ro... Uttar Pradesh seeks Asian investment t... সুতির চাঁদের মোড়ে প্রায় ৫০০ পিস ফেনসি... UP Board 2027 Exam: Correction Window...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્વતંત્રતા પૂર્વેથી આધુનિક યુગ સુધી; રાષ્ટ્ર નિર્માણમાં ભારતીય સર્વેક્ષણ વિભાગનું અવિરત યોગદાન...

✍️ Reporter: Atul Thakor 🗓 02 Nov 2026, 06:40 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્વતંત્રતા પૂર્વેથી આધુનિક યુગ સુધી; રાષ્ટ્ર નિર્માણમાં ભારતીય સર્વેક્ષણ વિભાગનું અવિરત યોગદાન...

➡️ કચ્છના વિશાળ રણથી સૌરાષ્ટ્રના દરિયાકિનારા સુધી, ખંભાતના અખાતથી દમણ અને દીવના દરિયાઈ વિસ્તારો સુધી સમગ્ર પ્રદેશના નકશાકરણમાં નિર્દેશાલયની મહત્ત્વપૂર્ણ ભૂમિકા; ગાંધીનગર ખાતે સર્વેક્ષણ વિભાગની કચેરી કાર્યરત

➡️ પરંપરાગત નકશાકરણને આધુનિક ડિજિટલ યુગ સાથે જોડવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં કુલ 102 કન્ટિન્યુઅસલી ઓપરેટિંગ રેફરન્સ સ્ટેશન્સ (CORS) સ્થાપિત કરવામાં આવ્યાં છે

➡️ 'સ્વામિત્વ યોજના' (SVAMITVA)માં એક મહત્ત્વપૂર્ણ ટેક્નિકલ ભાગીદાર તરીકે આ વિભાગે ગુજરાતનાં ગ્રામીણ વસવાટ વિસ્તારોનું નકશાકરણ પૂર્ણ કરીને કુલ 14,866 ગામોના નકશા તૈયાર કર્યા

➡️ શહેરી જમીનના રેકોર્ડનું આધુનિકીકરણ કરવા માટે કેન્દ્ર સરકારના ભૂમિ સંસાધન વિભાગ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે 'નકશા' (NAKSHA) પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે; આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં પાંચ શહેરોનું નકશાકરણ પૂર્ણ

➡️ ભારતીય સર્વેક્ષણ વિભાગનું રાષ્ટ્રના નકશાકરણ, નાગરિકોનું સશક્તીકરણ અને વિકસિત ભારત @2047ના નિર્માણમાં અવિરત યોગદાન
📲Get App