🔥 ट्रेंडिंग सीएम साईं ने पीएम के फाउंडेशन डे संदेश... हर्मनप्रीत सिंह की हैट्रिक से भारत ने... पंजाब के दो AAP विधायक पार्टी छोड़कर आ... दो पूर्व AAP विधायक आज BJP में शामिल ह... असम के मंत्री बिस्वजित डाइमारी ने युवा... असम सीएम का बयान: कांग्रेस ने एसआईआर क...
02 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કુંકાવાવ-વડીયા પંથકના સનાળી મુકામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 02 नव. 2026, 09:12 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કુંકાવાવ-વડીયા પંથકના સનાળી મુકામે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ શહેરોની સમાંતરે ગ્રામ્ય વિસ્તારોના વિકાસની નેમ સાકાર થઈ રહી છે
-રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા

કુલ રૂ. ૨૫ લાખના ખર્ચે સુવિધાસંપન્ન ગ્રામ પંચાયત ભવન થકી ગ્રામ્યકક્ષાની સેવાઓની પહોંચ વધુ સરળ બનશે


અમરેલી તા. ૦૧ નવેમ્બર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા શહેરોની સમાંતરે ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી ઉત્થાન માટે હાથ ધરાયેલી વિકાસયાત્રા અવિરત આગળ ધપી રહી છે. આ કડીના ભાગરૂપે આજે અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા પંથકના સનાળી મુકામે નવનિર્મિત અદ્યતન ગ્રામ પંચાયત ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ રીબન કાપીને આ સુવિધાસંપન્ન ભવનને ગ્રામજનોની સેવા માટે ખુલ્લું મૂક્યું હતું.

આ પ્રસંગે સંબોધન કરતા ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજનાઓ અને પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. ગ્રામ્ય સ્તરે વહીવટી પ્રક્રિયા વધુ સુદ્રઢ બને અને સ્થાનિક રહીશોને પોતાના રોજિંદા વહીવટી કાર્યો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુથી આ આધુનિક સુવિધાયુક્ત ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારની પારદર્શી અને લોકાભિમુખ નીતિઓના કારણે જ આજે છેવાડાના ગામડાઓ પણ આધુનિક સુવિધાઓથી સજ્જ બનીને દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે.

સનાળી ખાતે કુલ રૂ. ૨૫ લાખની માતબર રકમના ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ નૂતન પંચાયત ભવન ભૌતિક સુવિધાઓથી સજ્જ છે. આ નવનિર્મિત વહીવટી માળખાના કારણે ગ્રામ્ય કક્ષાની તમામ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓની પહોંચ સ્થાનિક નાગરિકો માટે વધુ સરળ, ઝડપી અને સુલભ બનશે.

આ લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત હોદ્દેદારશ્રીઓ, કુંકાવાવ એ.પી.એમ.સી ચેરમેન શ્રી ગોપાળભાઈ અંટાળા, સરપંચ શ્રી ગિરીશભાઈ મોવલીયા, સ્થાનિક અગ્રણીશ્રીઓ, પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App