દિવાળીના તહેવારોને લઈ રાજુલા પોલીસની ફ્લેગ માર્ચ
ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમરેલી બાજુ થી આવતી તમામ બસ રાજુલા બાયપાસ માર્ગે દોડાવવાનો હુકમ
દિવાળીના તહેવારોને લઈ રાજુલા પોલીસની ફ્લેગ માર્ચ
શહેરના મુખ્ય માર્ગો પર પોલીસનું વિશેષ પેટ્રોલિંગ, વેપારીઓ અને નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાવ્યો | ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમરેલી બાજુ થી આવતી તમામ બસ રાજુલા બાયપાસ માર્ગે દોડાવવાનો હુકમ
રાજુલા: આગામી દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને રાજુલા પોલીસ દ્વારા શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી કોલાદરાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનથી હવેલી ચોક સહિત શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકો શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં ખરીદી કરી શકે, વેપારીઓ નિર્ભયતાથી પોતાનો વ્યવસાય કરી શકે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજુલા શહેરમાં તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજાગ બન્યું છે. ફ્લેગ માર્ચના માધ્યમથી પોલીસ દ્વારા નાગરિકો અને વેપારીઓમાં સુરક્ષાનો વિશ્વાસ જગાવવામાં આવ્યો હતો.
ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન
દિવાળીના તહેવારો દરમિયાન રાજુલા શહેરમાં ખરીદી માટે નગરજનો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
દિવાળી પૂર્વે રાજુલાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી હતી કે અમરેલી અને રાજકોટ તરફથી આવતી તમામ એસ.ટી. બસો રાજુલા શહેરમાંથી પસાર થવાને બદલે બાયપાસ માર્ગે દોડાવવામાં આવે.
આ નિર્ણયથી શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટે અને દિવાળીની ખરીદી માટે આવતા નગરજનો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ સજ્જ
આગામી દિવાળી અને નૂતન વર્ષના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે રાજુલા પોલીસ પી.આઈ. શ્રી કોલાદરા સહિતનો પોલીસ સ્ટાફ સતત સજાગ અને પ્રયત્નશીલ બન્યો છે.
શહેરમાં સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને લઈને પોલીસ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.