राजनीति
વલસાડ જિલ્લા પંચાયતના રૂ. ૩૭.૫૦ કરોડના નવા ભવનનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૭.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ ૩ નવેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ ભવનમાં જિલ્ડા કક્ષાની વિવિધ પંચાયત કચેરીઓને એક જ સંકુલમાં સંકલિત કરવામાં આવશે.
રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રૂ. ૩૭.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ જિલ્લા પંચાયતના આધુનિક અને સુવિધા સભર ભવનનું લોકાર્પણ તા. ૩ નવેમ્બરના રોજ સવારે ૧૦ કલાકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરાશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. ઉપરાંત, રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ્ય ગૃહનિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ, આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલ અને મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસના રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મહિડા, જિલ્ડા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ તેમજ જિલ્ડાના સર્વે ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
દિવાળી પૂર્વે ગ્રાઉન્ડ + પાંચ એટલે કે છ માળના આધુનિક જિલ્ડા પંચાયત ભવનની નાગરિકોને ભેટ મળવાથી નાગરિકોને સરકારી કામકાજ માટે અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવાની મુશ્કેલી ઘટશે. આ ભવનની સૌથી મોટી વિશેષતા એ છે કે, જિલ્ડા કક્ષાની વિવિધ પંચાયત કચેરીઓને એક જ સંકુલમાં કાર્યરત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આનાથી વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે, વહીવટી કામગીરી વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનશે અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બે પેસેન્જર લિફ્ટ, અધિકારીઓ માટે બે લિફ્ટ અને ત્રણ દાદરની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગજનો સહિત તમામ નાગરિકો સરળતાથી અવરજવર કરી શકે તેવી સુલભ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.
જિલ્ડા પંચાયતના નવા ભવનમાં જાહેર ઉપયોગની સુવિધામાં મુખ્ય રિસેપ્શન એરિયા, મેઈન લોબી વેઇટિંગ એરિયા, VIP એન્ટ્રન્સની સુવિધા અને આધુનિક લિફ્ટ્સ સહિતની કચેરીની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સ્વચ્છતા અને સુલભતાની સુવિધાઓમાં ટોયલેટ બ્લોક, મહિલાઓ માટે અલગ ટોયલેટ, ગ્રીન એરિયા અને દિવ્યાંગજનો સહિત તમામ નાગરિકો માટે સુલભતા અને સરળતાની વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ અને વાહન વ્યવસ્થાપનની સુવિધામાં ૫૦ થી વધુ વાહનો માટે ગ્રાઉન્ડ લેવલ પાર્કિંગ, VIP મુલાકાતીઓ માટે અલગ પાર્કિંગ, આંતરિક ટ્રાફિક કંટ્રોલ વ્યવસ્થા, બેઝમેન્ટ અને ટેરેસ ગાર્ડનનો વિકાસ, બગીચા અને લેન્ડસ્કેપ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા અને આધુનિક માળખાકીય સુવિધાઓમાં સુરક્ષા કેબિન, ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન, ફાયર સેફ્ટી નેટવર્ક અને અન્ય આધુનિક માળખાકીય અને સહાયક સુવિધાઓનો સમાવેશ થાય છે.