🔥 TRENDING 14‑year‑old Ayan Vahora of Gujarat sol... GSFC’s Q2 FY27 profit drops 38% despit... Karnataka HC appoints R. Hitendra to h... Karnataka Calls on Japanese Companies... News On AIR provides no specific detai... NBCC awarded contract to build world’s...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમદાવાદ ના કાંકરિયા માં ફરી બોટિંગ ની મઝા માણવા થઈ જાઓ તૈયાર.

✍️ Reporter: Hitesh Gumrani 🗓 02 Nov 2026, 11:41 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદના કાંકરિયા તળાવમાં બે વર્ષ બાદ ફરી શરૂ થશે બોટિંગ: હરણી દુર્ઘટના બાદ લેવાયા કડક સુરક્ષા પગલાં.
વડોદરામાં થયેલી ગોઝારી હરણી દુર્ઘટના બાદ મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવેલી કાંકરિયા તળાવની બોટિંગ સેવા ૨ વર્ષના અંતરાલ બાદ ૩ નવેમ્બર, ૨૦૨૬થી ફરી શરૂ થવા જઈ રહી છે. તંત્ર દ્વારા તમામ ફિટનેસ સર્ટિફિકેટ, વીમા પોલિસી અને NCC નેવી વિભાગના અધિકારીઓની ચકાસણી પૂર્ણ કર્યા બાદ જ આ સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.
.અમલમાં મુકાયેલી નવીનતમ સેફ્ટી અને સુરક્ષા સુવિધાઓ:
અદ્યતન લાઇફ જેકેટ્સ: મુલાકાતીઓ માટે ૩૫૦થી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળા લાઇફ જેકેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
.સંપૂર્ણ પ્રતિબંધ: લાઇફ જેકેટ પહેર્યા સિવાય કોઈપણ મુલાકાતી બોટમાં નહીં બેસી શકે, આ નિયમનો કડક અમલ થશે.
.સંચાર અને નિરીક્ષણ: કટોકટીમાં તાત્કાલિક સંપર્ક માટે સ્ટાફ વચ્ચે વોકી-ટોકી, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ અને લેક પરિસરમાં સીસીટીવી (CCTV) કેમેરાની સુવિધા કાર્યરત કરાઈ છે.
.ઇમરજન્સી મેડિકલ સેવા: કોઈપણ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા ૨૪×૭ મેડિકલ ફેસિલિટી અને એમ્બ્યુલન્સ સેવા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
.માર્ગદર્શિકા બોર્ડ: મુલાકાતીઓની જાગૃતિ અને સલામતી માટે ઠેર-ઠેર નીતિનિયમો અંગેના બોર્ડ લગાવવામાં આવ્યા છે.
📲Get App