🔥 TRENDING સુરતમાં 11,000 રૂપિયાની લાંચ લેતા બે અ... किसानों को सही रेट में खाद बिज और उपक... बीकानेर में नशे और हथियार तस्करी के ने... વિજયસિંહ ઝાલા: 16 વર્ષની સેનાસેવા પછી... ఆర్.వి. నగర్‌లో స్వతంత్ర అభ్యర్థి శెట్... Rajasthan IAS Officer and IPS Spouse U...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ પ્રવીણભાઈ ખાચરને શિક્ષણ અવૉર્ડ એનાયત*

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 02 Nov 2026, 07:11 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ પ્રવીણભાઈ ખાચરને શિક્ષણ અવૉર્ડ એનાયત*

*TV13 ચેનલના ભવ્ય સમારોહમાં બોટાદ જિલ્લાના 10 પ્રતિભાશાળી સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરાયું*

બોટાદ/બરવાળા, તા. 1 નવેમ્બર, 2026

શિક્ષણ ક્ષેત્રે વર્ષોથી નોંધપાત્ર યોગદાન આપનાર બોટાદના જાણીતા શિક્ષક શ્રી અને
શ્રેષ્ઠ સ્ટેજ સંચાલક તથા નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક પ્રવીણભાઈ ખાચરને TV13 ચેનલ આયોજિત 'મહા સન્માન પુરસ્કાર' કાર્યક્રમમાં શિક્ષણ અવૉર્ડ એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

તા. 1 નવેમ્બર, 2026ના રોજ બરવાળા સ્થિત લોર્ડ એસ.કે.ડી. રિસોર્ટ ખાતે યોજાયેલા ભવ્ય અને જાજરમાન સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં અનોખી સેવાઓ આપનાર બોટાદ જિલ્લાના કુલ 10 વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં શિક્ષણ ક્ષેત્રે પ્રવીણભાઈ ખાચરની સેવાઓને બિરદાવી તેમને શિક્ષણ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ ગૌરવશાળી કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી તથા બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સાથે જ વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી પ.પૂ. વિવેકસાગર સ્વામીજીની પાવન ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.

શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્યો માટે રાજ્યકક્ષાના મંત્રીશ્રી તેમજ સંતશ્રીની ઉપસ્થિતિમાં સન્માન પ્રાપ્ત થતાં પ્રવીણભાઈ ખાચરની સેવાકીય પ્રવૃત્તિઓને નવી ઓળખ અને પ્રેરણા મળી છે.

આ પ્રસંગે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, બોટાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ પાયલબેન માથોલિયા, નાયબ પોલીસ અધિક્ષક સૈયદ સાહેબ, બરવાળાના પ્રાંત અધિકારી, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ ખસિયા, TV13ના રાજાણી સાહેબ, ચીફ એડિટર ગઢવી સાહેબ, ગજેન્દ્રભાઈ ખાચર સહિત અનેક મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ-બહેનો તથા પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રવીણભાઈ ખાચરને મળેલા આ સન્માનથી બોટાદ જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. શિક્ષણ ક્ષેત્રે નિઃસ્વાર્થ સેવા અને વિદ્યાર્થીઓના ઘડતર માટે જોડાયેલા અન્ય શિક્ષણપ્રેમી લોકો માટે આ સન્માન પ્રેરણારૂપ બનશે.

અહેવાલ : કનુભાઈ ખાચર

પ્રવીણભાઈ ખાચરને મળેલા આ સન્માનથી બોટાદ જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. શિક્ષણ ક્ષેત્રે નિઃસ્વાર્થ સેવા અને વિદ્યાર્થીઓના ઘડતર માટે જોડાયેલા અન્ય શિક્ષણપ્રેમી લોકો માટે આ સન્માન પ્રેરણારૂપ બનશે.

અહેવાલ : કનુભાઈ ખાચર
📲Get App