🔥 TRENDING Free Live Streaming Guide for Mohun Ba... પલસાણા પોલીસ સ્ટેશન દ્વારા ડાયમંડ ઇન્ડ... Honey Singh's Nephew Killed in Punjab... Dhubri initiates eviction on 650 bigha... Jharkhand Minister Warns of Possible U... PM Modi Salutes Forces in Victory Para...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જાફરાબાદના લુણસાપુર પાસે ટ્રકે બાઈક ચાલકને હડફેટે લેતાં ૨૨ વર્ષીય યુવકનું મોત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 01 Nov 2026, 01:50 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર નજીક બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ૨૨ વર્ષીય બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ, જાફરાબાદના લુણસાપુર ગામ નજીક કોપર કંપની પાસે બાઈક નંબર GJ-11-BD-464 અને ટ્રક નંબર 14-Z-3555 વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. દરમિયાન ટ્રકની અડફેટે આવેલા બાઈક ચાલક ભરત બાબુ શિયાળ (ઉં.વ. ૨૨) નું ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવ અંગે જાફરાબાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App