🔥 TRENDING नवनिर्वाचित सरपंच अनिल जैन और उपसरपंच... Only 32 candidates submit nominations... Tribal Council Schedules Dec 7 Protest... दिल्लीतील रामलीला मैदानावर INDIA आघाडी... CBI Takes Over Probe into 2012 Train D... Himachal High Court Halts Phased Relea...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત ક્રાઇમ બ્રાન્ચે હીરા ચોરી કેસમાં શંકાસ્પદોને પકડ્યા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 01 Nov 2026, 10:28 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં મહંત એમ્પાયર બિલ્ડિંગ પર હીરા ચોરીની ઘટના બની, જેમાં 280 પોલિશ્ડ હીરા ધરાવતી બેગ ચોરી ગઈ અને પોલીસને શંકાસ્પદોને પકડવામાં સફળતા મળી.

સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે અલગ-અલગ ગુનાઓમાં સપાટો બોલાવી ગુનાખોરી સામે લાલ આંખ કરી છે.

કતારગામ વસ્તાદેવડી રોડ પર આવેલા મહંત એમ્પાયર બિલ્ડિંગમાં કાર્યરત 'એસ.જી. ડાયમંડ' નામની કંપનીમાંથી નેચરલ રફ હીરા પોલિશિંગ માટે વરાછા રોડ સ્થિત કારખાનામાં મોકલવાના હતા.

કંપનીનો જ કારીગર વિજય રમેશભાઈ રાઠોડ સવા દસેક વાગ્યે ₹4,66,900ની કિંમતના 280 નંગ પોલિશ્ડ હીરા (વજન 20.30 કેરેટ) ભરેલી બેગ લઈને નીકળ્યો હતો.

દરમિયાન મહંત એમ્પાયર બિલ્ડિંગ સામે મોઢે રૂમાલ બાંધી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેની પાસેથી હીરાની બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હોવાનું નાટક સામે આવ્યું હતું.
📲Get App