સરપંચ, તલાટી અને ટીડીઓની હાજરીમાં દુકાનનું ડિમોલેશન કરાયું : તાલુકા સભ્ય રાકેશ રાઠોડે તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા
અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના લિયા ગામમાં સરકારી પડતર જમીન પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરપંચ, તલાટી અને ટીડીઓની હાજરીમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું તાલુકા સભ્ય રાકેશ રાઠોડે જણાવ્યું હતું.તાલુકા સભ્ય રાકેશ રાઠોડે જણાવ્યું હતું કે, ગામમાં આશરે 20થી 25 ફૂટનો રસ્તો સરકારી પડતર જમીન પર આવેલો છે. આ રસ્તા પર આવેલી એક નાની દુકાનને તોડી પાડવામાં આવી છે. આ દુકાન કોઈ કરોડો રૂપિયાની મિલકત નહોતી, પરંતુ એક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે રોજીરોટીનું સાધન હતી.દુકાનના માધ્યમથી પરિવાર પોતાનું ભરણપોષણ કરતો હતો. હવે દુકાન તોડી પાડવામાં આવતા પરિવારની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આ પરિવાર હવે ક્યાં જશે અને કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવશે તેવા સવાલો રાકેશ રાઠોડે ઉઠાવ્યા હતા.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગામમાં ડિમોલેશનની કાર્યવાહી કયા કાયદાકીય આધારે કરવામાં આવી રહી છે તે અંગે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવવી જોઈએ. જો ગામતળની જમીન પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય તો ગામમાં આવેલી અન્ય મિલકતો અંગે પણ સમાન ધોરણે કાર્યવાહી થવી જોઈએ.
રાકેશ રાઠોડના જણાવ્યા અનુસાર, લિયા ગામમાં આશરે 700થી 800 મકાનોના રહેવાસીઓ પાસે આકારણી અને વેરા પહોંચ જેવા દસ્તાવેજો છે. તેમ છતાં તંત્ર દ્વારા આ દસ્તાવેજોને કાયદેસર પુરાવા તરીકે સ્વીકારવામાં આવતા નથી ગામ મા કોઈની પાસે દસ્તાવેજ નથી બધા પાસે આકારણી અને વેરા પહોંચ જ છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.તેમણે આક્ષેપ કર્યો હતો કે, ગામમાં ચૂંટણી અને સ્થાનિક વિવાદોને કારણે એકતરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંગે ટીડીઓ સાહેબ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી, પરંતુ કાયદાકીય આધાર અંગે સંતોષકારક જવાબ મળ્યો નથી.રાકેશ રાઠોડે તંત્ર સમક્ષ માંગ કરી છે કે, ડિમોલેશનની કાર્યવાહી પારદર્શક રીતે કરવામાં આવે, તમામ મિલકતો અંગે સમાન ધોરણ અપનાવવામાં આવે અને ગરીબ પરિવારોની રોજીરોટી તથા તેમના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવે.તેમણે જણાવ્યું હતું કે, વિકાસ અને રસ્તાની સુવિધા જરૂરી છે, પરંતુ કોઈ પરિવારની રોજીરોટી છીનવાઈ જાય ત્યારે તંત્રએ તેની જવાબદારી પણ નિભાવવી જોઈએ.આક્ષેપો તાલુકા સભ્ય રાકેશ રાઠોડના નિવેદન પર આધારિત છે. રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ