🔥 TRENDING भभुआ रोड रेलवे स्टेशन के पास सरकारी अध... अधिवक्ता नागमणि जोशी पर जानलेवा हमला,... आयुष्मान भारत योजना के नाम पर जबलपुर य... કૃષિ સામગ્રી કીટ વિતરણ કાર્યક્રમ સુરખા... मुंगावली में महिला स्व सहायता समूहों क... अररिया में सीमा पर 84 किलोग्राम गांजा...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Weather

વાવાઝોડાની શક્યતા સાથે ગુજરાતમાં ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 01 Nov 2026, 03:17 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હવામાન વિભાગ અને નિષ્ણાતો જણાવે છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમો કારણે આવતા દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ, તીવ્ર પવન અને સમુદ્રી વાવાઝોડાની શક્યતા છે.

હવામાન વિભાગની તાજેતરની જાણકારી અનુસાર, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય થનારી હવામાન સિસ્ટમો કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ અને તેજ પવનની શક્યતા છે. આ સિસ્ટમો દ્વારા ઉત્પન્ન થયેલ ગાજવીજ સાથેનું તોફાન રાજ્યના વિવિધ વિસ્તારોને અસર કરી શકે છે.

વિભાગના જણાવ્યા મુજબ, 3 નવેમ્બર સુધી સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, દ્વારકા, જામનગર તેમજ રાજકોટ અને દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની અને ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 12 થી 14 નવેમ્બર દરમિયાન ફરી માવઠાની શક્યતા છે, જ્યારે 18 થી 22 નવેમ્બર સુધી સમુદ્રમાં વાવાઝોડું સર્જાઈ શકે છે, જે ગુજરાતના દરિયાકાંઠા પર અસર કરી શકે છે.

તે ઉપરાંત, 2 ડિસેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને આ સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવા માટે સત્તાવાર સૂચના આપવામાં આવી છે.
📲Get App