🔥 ट्रेंडिंग સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં સ્વદેશ... ಚುನಾವಣಾ ನಿಯಮಗಳನ್ನು ಉಲ್ಲಂಘನೆ: ಜಿಲ್ಲಾಧಿಕ... 31 अक्टूबर 2026, शनिवार का दैनिक राशिफ... एम्स पटना में विश्व स्ट्रोक दिवस स्पार... पुणे फ्लैट में लंदन से गुप्त वापसी करन... कनाडा में 'लव ऑलवेज' अब रीलगुड पर उपलब...
31 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી સમીક્ષા બેઠક યોજાઇ

✍️ रिपोर्टर: SUDIP GADHIYA 🗓 31 अक्टू. 2026, 09:23 AM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા જૂનાગઢ શહેર અને જિલ્લાના સ્પીડ બ્રેકર્સની ચકાસણી અને સમારકામ કરવા કલેક્ટરની સૂચના
હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ
જૂનાગઢ તા. ૩૦, જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આર.ટી.ઓ, પોલીસ અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગોની ભૌતિક ચકાસણી કરી રસ્તા પરના ખાડા પુરાવવા, તૂટેલા સ્પીડ બ્રેકરનો સમારકામ, નવા સ્પીડ બ્રેકર્સ બનાવવા, સ્પીડ બ્રેકર અંગેના સાઈન બોર્ડ લગાવવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં મધુરમગેટ થી મોતીબાગ, સ્વામિનારાયણ મંદિરથી કલેકટર કચેરી, કાળવા ચોક થી દામોદર કુંડ, સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય થી મજેવડી ગેટ- સરદાર દરવાજા -ગાંધી ચોક, મજેવડી ગેટથી આર.ટી.ઓ. કચેરી જેવા માર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટરશ્રીએ જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો, જિલ્લાના રાજ્ય અને પંચાયત માર્ગો તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નવા સ્પીડ બ્રેકર્સનું યોગ્ય આયોજન કરવા, તૂટેલા સ્પીડ બ્રેકર્સનું સમારકામ કરવા તેમજ સ્પીડ બ્રેકર્સ પર સફેદ પટ્ટા (ઝેબ્રા માર્કિંગ) કરાવવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત વાહનચાલકોને અગાઉથી જાણ થાય તે માટે સ્પીડ બ્રેકર્સ અંગેના સૂચનાત્મક સાઈનબોર્ડ લગાવવા પણ જણાવાયું હતું.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં રોડ-રસ્તાની કામગીરી દરમિયાન અકસ્માતો ન સર્જાય તે માટે યોગ્ય ડાયવર્ઝન વ્યવસ્થા ઊભી કરી નાગરિકોને તેની અગાઉથી જાણકારી આપવા પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ ઉપરાંત નાગરિકોને માર્ગ સલામતી અંગે જાગૃત કરી ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટ અને ફોર-વ્હીલર વાહનચાલકોને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા પ્રેરિત કરવા જણાવાયું હતું. વર્ષ ૨૦૨૫ દરમિયાન હેલ્મેટ ન પહેરવાના કારણે ૫૬ અને સીટબેલ્ટ ન પહેરવાના કારણે ૨૪ લોકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની વિગતોને ધ્યાનમાં રાખીને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં સંલગ્ન તમામ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App