🔥 TRENDING मालेगाव आयुक्त रवींद्र जाधव पर 80,000... जॉन वैंसी की रिपोर्ट Nc mein baghawat Omar Farooq ki badh... IMD warns of heavy rain in Karnataka,... EC extends SIR deadline in six states,... Cyberabad Launches Data‑Driven Mobilit...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ખાંભા તાલુકાના માલકનેસ ગામમાં સિંહનું હુમલો, વનવિભાગે સફળતાપૂર્વક પાંજરે પૂર્યો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 31 Oct 2026, 09:09 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખાંભા તાલુકાના માલકનેસ ગામમાં વહેલી સવારમાં સિંહ ગાયનું શિકાર કર્યા પછી રહેણાંક મકાનમાં ઘૂસ્યો, વનવિભાગે હાઈવોલ્ટેજ ડ્રામા બાદ તેને ટ્રાન્ક્વિલાઈઝ કરી પાંજરે પૂર્યો.

વહેલી સવારમાં, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જૂના માલકનેસ ગામમાં ભારે ફફડાટ વ્યાપી ગયો. એક યુવાન સિંહ ગાયનું શિકાર કર્યા બાદ સીધો જ રહેણાંક મકાનના ઓરડામાં ઘૂસી ગયો હતો.

મળતી માહિતી મુજબ, સિંહ ગામની નજીક આવ્યો હતો અને ગાયનું શિકાર કર્યા બાદ ભયના માર્યા નજીકના ઘરમાં ઘૂસી ગયો અને અંદરના એક રૂમમાં પુરાઈ ગયો હતો. ઘરમાં સિંહ ઘૂસ્યાની જાણ થતાં જ ગામમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિકોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. કલાકો સુધી ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ વનવિભાગે સિંહને ટ્રાન્ક્વિલાઈઝ કરી સફળતાપૂર્વક પાંજરે પૂર્યો હતો. સિંહ પાંજરે પુરાતા ગામના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

હાલ ખાંભા ગીર પંથકમાં સિંહની અવરજવર વધી છે, ત્યારે લોકોને સાંજના સમયે અવરજવરમાં સાવધાની રાખવા વનવિભાગે અપીલ કરી છે.
📲Get App