🔥 TRENDING સાલદરામાં વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળાન... સુરતમાં ચૌટા બજારમાં દિવાળી ખરીદીનો ધમ... मुख्यमंत्री योगी आदित्यनाथ ने वाराणसी... नवादा में राजवल्लभ प्रसाद यादव की मां... महाराष्ट्र इमारत व इतर बांधकाम कामगार... ଜାତୀୟ ଏକତା ଦିବସରେ କାଲିମେଳା ଥାନା ପକ୍ଷରୁ...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

સરદાર પટેલની જન્મજયંતીએ વાવ-થરાદમાં એકતાની દોડ, રેફરલ ત્રણ રસ્તાથી કરાયું પ્રસ્થાન

✍️ Reporter: MOHAN SUTHAR 🗓 31 Oct 2026, 09:05 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાવ-થરાદ જિલ્લામાં સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં ‘રન ફોર યુનિટી’ યોજાઈ હતી, જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં રેફરલ ત્રણ રસ્તા ખાતેથી લીલી ઝંડી આપી દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ, વિવિધ વિભાગોના કર્મચારીઓ સહિત સમગ્ર વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
ત્યારબાદ દોડનું પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને બંધુત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો.
📲Get App