🔥 TRENDING Police and Public Participate in Padam... 108 Students Caught Drinking Alcohol a... Cyclone Arnab Hits Northern Andhra Pra... Odisha Issues Flood Alert as Heavy Rai... चक्रवर्ती तूफ़ान अरनव के अशर से हरदोई... Coastal Alert Issued for Odisha and An...
31 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરસંગદાસજી બાપુના આશ્રમ, બાસ્પા–કનીજ રોડ ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન

✍️ Reporter: Atul Thakor 🗓 31 Oct 2026, 01:30 PM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરસંગદાસજી બાપુના આશ્રમ, બાસ્પા–કનીજ રોડ ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન

પીએમ કિસાન ઉત્સવ નિમિત્તે સુરસંગદાસજી બાપુના આશ્રમ, બાસ્પા–કનીજ રોડ ખાતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો, યોજનાના લાભાર્થીઓ તેમજ ભાજપના આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પાટણ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન ઠાકોર દિલીપજી કેશાજી ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે માંડવી સીટના ભાજપ ડેલિગેટ લાધુભાઈ ચાવડા, બાસ્પા સીટના ભાજપ ડેલિગેટ સુરેશભાઈ સિંધવ, ગોચનાદ સીટના ભાજપ ડેલિગેટ ભરતભાઈ જાદવ, સમીના ટી.પી.ઓ. પરમારભાઈ નાડોદા તેમજ બાસ્પા ગામના સરપંચ સગરમભાઈ ભરવાડ સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે ખેડૂતોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક સશક્તિકરણ અને ખેતી ક્ષેત્રે વિકાસ માટે અમલમાં મૂકવામાં આવેલી યોજનાના લાભો અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.

ખેડૂતોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે અને ખેતી ક્ષેત્રે પ્રગતિ થાય તેવા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતોનો ઉત્સાહ અને પ્રતિસાદ જોવા મળ્યો હતો.

મોટી સંખ્યામાં ખેડૂતો અને લાભાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.
📲Get App