🔥 TRENDING Boy Killed in Road Accident on Kathua... NC Block Eidgah Schedules Joint Meetin... Honey Singh’s Nephew Vidit Olak Dies i... Fire Breaks Out on Rani Jhansi Road in... Two Independent MLCs Switch to BJP, Ma... સુરતમાં પ્રતાપ બ્રિજ નીચે તૂટેલી વીજ ક...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલીમાં અચાનક માવઠા કારણે ખેડુતોમાં ચિંતા, ૨ ઇંચ વરસાદ નોંધાયો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 31 Oct 2026, 09:03 AM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ તાલુકામાં માવઠા સાથે અમરેલીમાં ૨ ઇંચ વરસાદ, મગફળી અને કપાસ પાકને નુકસાનની ભીતિ.

અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી વાતાવરણમાં અચાનક પલટાને કારણે ખેડુતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ તાલુકામાં માવઠું થયું છે, જેમાં અમરેલી જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત છે.

ખાંભા ગીર પંથકના હનુમાનપુર અને તાલડા ગામોમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા પંચખમ, દેદાણા અને ચકરાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે ખેતરોમાં પાણી ભરી દીધા છે. વડિયા તાલુકામાં ૩૦ મિનિટમાં ૧ ઇંચ અને કુલ ૧.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે અમરેલી શહેરમાં પણ ૨ ઇંચ વરસાદ નોંધાયો છે.

હાલ મગફળીની કાપણીની સીઝન ચાલી રહી છે. ખેતરોમાં તૈયાર થયેલા પાથરા પલળી જતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ માવઠાના કારણે ખાસ કરીને મગફળી, કપાસ અને ડુંગળી જેવા મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થવાની પ્રબળ ભીતિ સેવાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ કમોસમી વરસાદ બંગાળની ખાડીમાં સર્જાયેલા ‘અર્નબ’ વાવાઝોડાની અસરથી થઈ રહ્યો છે. આગામી ૧ નવેમ્બર સુધી અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી યથાવત છે.
📲Get App