હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા કાસીન્દ્રા પ્રાથમિક શાળાના તમામ બાળકોને ખુશીઓ કી દિવાલી ની ભેટ
અનિલભાઈ પટેલ અને વીણાબેન પટેલ યુકે વાળા ના સહયોગથી બાળકોને ચવાણું, મીઠાઈ અને ચીકીનું વિતરણ કરાયું કાસીન્દ્રા દિવાળીના પર્વ નિમિત્તે બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના ઉમદા હેતુથી હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા કાસીન્દ્રા પ્રાથમિક શાળામાં ખુશીઓ કી દિવાલી પ્રકલ્પ અંતર્ગત શાળાના તમામ બાળકોને ચવાણું, મીઠાઈ અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં અનિલભાઈ પટેલ અને વીણાબેન પટેલ યુકે દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વિજયભાઈ પટેલ એડવોકેટ અનિલભાઈ પટેલ અને વીણાબેન પટેલ યુકે, નિલેશભાઈ, ડૉ. ધીરેન્દ્રભાઈ પટેલ તથા ડૉ. કાજલબેન હેલ્પ્સ ફાઉન્ડેશન દીપકભાઈ પરમાર પે સેન્ટર આચાર્ય, કુમાર શાળા નં. ૧, વિરમગામ હંસાબેન પરમાર આચાર્યા, ધાકડી પ્રાથમિક શાળા કાસીન્દ્રા પ્રાથમિક શાળાનો સમગ્ર સ્ટાફ પરિવાર તથા મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સેવાકીય પ્રવૃત્તિથી શાળાનાં બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવાળીના પવિત્ર તહેવારની ખુશીઓ બાળકો સાથે વહેંચીને ઉપસ્થિત સૌએ આનંદ અને આત્મીયતાની લાગણી અનુભવી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા બાળકોના જીવનમાં ખુશીઓનું ઉમેરણ કરનાર હેલ્પ્સ ફાઉન્ડેશન, અનિલભાઈ પટેલ, વીણાબેન પટેલ તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સેવા, સહયોગ અને સંવેદનાના માધ્યમથી બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો હેલ્પ્સ ફાઉન્ડેશનનો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી બન્યો છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ