🔥 TRENDING Delhi police to raid Kumaraswamy's res... Madras HC rejects plea of four cops in... Delhi Police Files FIR on Meta Platfor... LPG Cylinder Ignites in Bengaluru; Gas... Gas Leak Ignites Oil Lamp, House Door... Mizoram to Boost Connectivity with Rs...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠામાં ચિઠોડા પોલીસે એક વર્ષથી નાસતા ફરતા સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 30 Oct 2026, 09:49 PM 👁 51
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નામદાર બીજા એડી.ચીફ.જ્યુડી કોર્ટ હિમ્મતનગરના સજા વોરંટના આરોપી શૈલેષકુમાર અસારીને ચિઠોડા પોલીસે બાતમીના આધારે બીલડીયા ખાતેથી ઝડપી પાડ્યો છે..

સાબરકાંઠામાં-:
ચિઠોડા પોલીસે એક મહત્વપૂર્ણ કામગીરી કરી છે.નામદાર બીજા એડી.ચીફ.જ્યુડી કોર્ટ હિમ્મતનગરના સજા વોરંટના આરોપીને છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા હોય તેવા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.આ કાર્યવાહી ક્રીમીનલ કેસ નંબર ૨૯૩૨/૨૦૨૩ સંબંધિત છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહીલ (સાબરકાંઠા) દ્વારા સજા વોરંટના આરોપીઓને ઝડપી લેવા સુચના આપવામાં આવી હતી.આ સંદર્ભે વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ડૉકટર કુલદીપકુમાર નાયી (ખેડબ્રહ્મા) ના માર્ગદર્શન હેઠળ ડી વી હડાત પોલીસ ઇન્સ્પેકટર ચિઠોડા દ્વારા પોલીસ સ્ટાફને સતત વોચ અને તપાસમાં રહેવાની સૂચના આપવામાં આવી હતી.આજે તારીખ ૩૦/૧૦/૨૦૨૬ ના રોજ સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા..

તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અશ્વિનકુમાર બાબુલાલ ને ખાનગી રાહે બાતમી મળી કે ક્રીમીનલ કેસ નંબર ૨૯૩૨/૨૦૨૩ ના આરોપી શૈલેષકુમાર વિશ્રામભાઈ અસારી (રહેઠાણ બીલડીયા,તાલુકો વિજયનગર,જિલ્લો સાબરકાંઠા) ત્યાં હાજર છે.આ બાતમીના આધારે તપાસ તજવીજ દરમિયાન ચિઠોડા પોલીસ ટીમે બીલડીયા ખાતેથી આરોપીને ટીમવર્કથી ઝડપી પાડ્યો છે.આરોપી શૈલેષકુમાર વિશ્રામભાઈ અસારી વિરુદ્ધ ક્રીમીનલ કેસ નંબર ૨૯૩૨/૨૦૨૩ માં છ માસ કેદની સજા અને ૪૩,૭૯૮/- રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી હતી. આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી વી હડાત પોલીસ ઇન્સ્પેક્ટર,અશ્વિનકુમાર બાબુલાલ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,કલ્પેશભાઇ શંકરભાઇ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,પ્રવીણભાઈ પ્રભાભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલનો મહત્વપૂર્ણ ફાળો છે.
📲Get App