स्थानीय
અરવલ્લી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા શાળા બાળકો માટે સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ..
यहाँ देखें:
▶️ YouTube
અરવલ્લી જિલ્લામાં પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા DySP આર ડી ડાભી અને RPI ડી એન પરમારની ઉપસ્થિતિમાં શાળા બાળકો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..
અરવલ્લી જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા શાળા બાળકો માટે સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું,જેમાં DySP આર ડી ડાભી અને RPI ડી એન પરમાર ઉપસ્થિત રહ્યા.કાર્યક્રમમાં શસ્ત્ર પ્રદર્શન, પોલીસ ડોગ વિશે માહિતી,NETRAM CCTV કેમેરા તથા મોનિટરિંગ વ્યવસ્થા અંગે સમજ અને બાળકો માટે દૂધની વ્યવસ્થા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી..
પોલીસ અધિકારીઓએ બાળકોને વ્યક્તિગત સુરક્ષા, જાહેર સ્થળો પર સાવચેતી અને પોલીસ સાથે સહકાર વિશે વિગતવાર જાણકારી આપી,જેથી તેમની સુરક્ષા જાગૃતિ અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે.કાર્યક્રમ અંતે, બાળકોને સુરક્ષા સંબંધિત પ્રશ્નો પુછવાની અને તેમની શંકાઓ દૂર કરવાની તક આપવામાં આવી, અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ભવિષ્યમાં આવા જાગૃતિ કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.