🔥 ट्रेंडिंग बकाया गन्ना भुगतान को लेकर बहेड़ी में... मध्य प्रदेश के ओंकारेश्वर बांध में पुल... राजस्थान सरकार ने आईएएस शिखर अग्रवाल क... विधायक बोले- नौकरी खा जाऊंगा: Defauli... तीन आईटी कंपनी मालिकों को पुलिस बनकर अ... પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચામાં કાર...
30 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

જાદર પોલીસ સ્ટેશનમાં ગેરલાઇસન્સ હથિયાર ધરાવતા ઇસમોની ધરપકડ, આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 30 अक्टू. 2026, 09:11 PM 👁 21
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાદર પોલીસ સ્ટેશનમાં ગેરલાઇસન્સ હથિયાર ધરાવતા ઇસમોની તપાસ અને ધરપકડ કરવામાં આવી, જેમાં એક ઇસમને બંદૂક સાથે પકડવામાં આવ્યો અને આર્મ્સ એક્ટ 1959 ની કલમ 25(1-B) અને 29 હેઠળ કાયદેસર કાર્યવાહી શરૂ થઈ.

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ (IPS) સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS) સાહેબ, સાબરકાંઠા નાઓએ દિવાળી તહેવાર સબંધે હથીયાર ધારકોની તપાસ કરી લાઇસન્સ વગરના હથીયાર રાખનાર ઇસમોની વોચ તપાસ કરી આરોપીઓને પકડી પાડવાની અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ જે અન્વયે પો.ઇન્સ. શ્રી ડી.સી.સાકરીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇન્સ. શ્રી આર.જે.જાડેજા, એલ.સી.બી નાઓ તથા એલ.સી.બીના માણસોની ટીમ બનાવી લાઇસન્સ વગરના હથીયાર રાખનાર ઇસમો ઉપર વોચ તપાસ રાખી પકડી પકડવા અંગે સુચના આપેલ.

ઉપરોકત ટીમના માણસો જાદર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, આ દરમ્યાન હેકો ભાવિનભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે એક કાળા કલરની બજાજ પલસર મો.સા. નં.જી.જે.૨૭-સી-એલ-૦૭૬૪ ઉપર ચાર માણસો મોટા કોટડાથી ચાંપા તરફ નિકળેલ છે જે મો.સા. ઉપર બેસેલ ઇસમો પૈકી એક ઇસમના હાથમાં બંદુક જેવુ હથિયાર છે અને તેઓ મોટા કોટાડથી ચાંપા નોખી જતા રોડ ઉપર આટા ફેરા મારે છે. આટા ફેરા મારે છે જે હકીકત આધારે ચાંપા ગામેથી મોટા કોટડા તરફ જતા રોડે લખેડા ગામના પાટીયા નજીક આવી સદર બાતમી હકીકત વાળી મો.સા.ની વૉચ તપાસમાં ઉભા હતા તે દરમ્યાન મોટા કોટડા તરફથી એક મોટર સાયકલ આવતુ જણાતાં સદર મોટર સાયકલ ચાલકને બેટરીની લાઇટથી ઈશારો કરી ઉભુ રાખવા જણાવતા મોટર સાયકલ ઉપર પાછળ બેસેલ ત્રણ ઇસમો રાત્રીના અંધારાનો લાભ લઇ નાસી ગયેલ અને મોટર સાયકલ ચાલક ને કોર્ડન કરી બંદુક સાથે પકડી પકડી પાડી.

સદર ઇસમ મયુદ્દીન સલીમભાઈ ડફેરને સદર બંદૂક પોતાના કબજામાં રાખવા બદલનું લાઇસન્સ તથા વહન કરી લઇ આવવા સબંધે પુછપરછ કરતા પોતાની પાસે નહીં હોવાની કબુલાત કરતા સદરીને આરોપીને પકડી પાડી વિરૂધ્ધ ધી આર્મ્સ એક્ટ ૧૯૫૯ની કલમ ૨૫ (૧-બી)એ, ૨૯ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી જાદર પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ જાદર પો.સ્ટે. સોપવામાં આવેલ છે.
📲Get App